Wednesday, 10 August 2011

નમણીના રૂપને મારકણું બનાવતો મોન્સૂનમેકઅપ




વરસાદી સિઝન ઘણા બધા તહેવાર પણ લઈને આવે છે. તહેવારની સિઝન આવે એટલે સ્ત્રીઓને સાજસજ્જાનો પૂરો મોકો મળી જાય છે. જરા વિચારો તો સ્ત્રીઓની સરસ મજાની સાજસજ્જા ન હોય તો તહેવારની મજા અડધી ફીકી થઈ જાય છે. શ્રાવણિયા તહેવારોમાં સરસ મજાના ભારતીય કે વેસ્ટર્ન આઉટફીટ્સ સાથે મેકઅપ પણ એવો જ હોવો જોઈએને?! વણ મહિનામાં તહેવાર અને વરસાદની એકસરખી ઝડી હોય છે. હવે એવા સમયે માનુનીએ મેકઅપ કરવામાં પૂરતી કાળજી રાખવી જોઈએ. બાકી જો સરસ મજાના આઉટફીટ્સ સાથે મેકઅપ રેલાઇ ગયો હશે તો ફારસ જેવું લાગશે. મેકઅપના બ્લન્ડર ટાળવા માટે કેટલીક પાયાની બાબતો યાદ રાખશો તો મેકઅપ એવો થશે કે નમણું રૂપ બધાં જોતાં રહી જશે.
કાજળભર્યાં નયનનાં કામણ રહેશે યથાવત્
આઇશેડમાં આઇશેડો સ્ટિક કે પાઉડર બેઝ શેડોનો ઉપયોગ કરો. ક્રીમી આઇશેડો લગાવવાનું ટાળવું, કારણ કે ચોમાસામાં ભેજના લીધે એમ પણ ચહેરો ચીકણો લાગતો હોય છે. તેમાં ક્રીમી આઇશેડો ચહેરાની ચીકણાઈ
વધારી દેશે.
* શિયર તથા પેસ્ટલ શેડ્સના આઇ શેડની પસંદગી કરવી સારી રહેશે.  લાઇટ પિંક, ન્યૂડ્સ તથા પેસ્ટલ શેડ્ઝ મોન્સૂન કલર્સ છે તેનાથી આંખોને પરફેક્ટ મોન્સૂન
લૂક મળશે.
* કાજળ તથા આઇલાઇનરને તો આ સિઝનમાં ભૂલી જ જવું. તમને આઈલાઇનર લગાવવું ગમતું હોય તો  બ્લૂ, ગ્રીન એક્વા શેડનું વોટરપ્રૂફ આઇલાઇનર લગાવવું. આઇ પેન્સિલ લગાવવી કે પછી ડાર્ક આઇશેડોથી આંખને હાઈલાઇટ કરવી
* મસ્કારા કરવું હોય તો વોટરપ્રૂફ મસ્કારાના બે કોટ લગાવવા, આઇબ્રોઝને ટ્રાન્સપરન્ટ મસ્કારાથી ફિનિશિંગ આપવું
ચહેરો બોલશે સુંદરતાની ભાષા
વરસાદમાં બને ત્યાં સુધી ફાઉન્ડેશનનો ઉપયોગ ટાળવો, નહિતર જો પલળશો તો ચહેરો પેચી થઈ જશે. જો ફાઉન્ડેશન લગાવવું જ હોય તો  વોટર પ્રૂફ ફાઉન્ડેશન જ લગાવવું.
કોમ્પેક્ટ કે ફેસ પાઉડરનો ઉપયોગ ચહેરાનો જે ભાગ તૈલી રહેતો હોય ત્યાં જ કરશો તો સારું રહેશે. તેનાથી એ ભાગ ઓછો તૈલી લાગશે. આખા ફેસ પર કોમ્પેક્ટ પાઉડર ન લગાવો. નહિતર પલળવાના કારણે ચહેરા પર કોમ્પેક્ટના ધબ્બા પડી જશે.
તમારી ત્વચા અતિશય તૈલી છે તો ફાઉન્ડેશનને બદલે મેટ કોમ્પેક્ટ પણ લગાવી શકાય.
લિપસ્ટિકનો ટકાઉ લસરકો
લિપ મેકઅપ માટે  હોઠ પર લાંબો સમય ટકી રહે તેવી સ્ટે ઓન કે નોન ટ્રાન્સફરેબલ લિપસ્ટિકનો ઉપયોગ કરો. શિયર ગ્લોસવાળી સેફ્ટ બ્રાઉન તથા પિંક શેડવાળી લિપસ્ટિક પસંદ કરવી હિતાવહ છે.  લિક્વિડ લિપ કલર્સને ચોમાસામાં લગાવવાનું ટાળવું, કારણ કે તે લાંબો સમય ટકી રહેતા નથી.
લિક્વિડ બ્રશરથી ચિકબોનને સરસ રીતે હાઈલાઇટ કરો, લિક્વિડ બ્રશર ખૂબ સરળતાથી ફેલાઈ જાય છે. અને લાંબા સમય સુધી ચિકબોન પર ટકેલું રહે છે. મનગમતા શેડની લિપસ્ટિક પણ બ્લશરની જગ્યાએ લગાવી શકો છો.
મેકઅપ કરો સ્ટેપ બાય સ્ટેપ
મેકઅપ કરતા પહેલાં પૂર્વતૈયારીરૂપે દસેક મિનિટ પહેલાં ચહેરા પર બરફ ચોક્કસ લગાવવો. તેનાથી મેકઅપ ચહેરા પર લાંબા સમય સુધી ટકી રહેશે.
જો તમારી ત્વચા ખૂબ તૈલી છે તો પછી બરફ લગાવ્યા બાદ ચહેરા પર એસ્ટ્જિન્ટ લગાવો. જો ત્વચા સૂકી કે સામાન્ય હોય તો ટોનર લગાવો.
મેકઅપનો બેઝ તૈયાર કરવા માટે ચહેરા પર હળવો પાઉડર અથવા તો કોમ્પેક્ટ લગાવવો. ઇચ્છો તો વોટરપ્રૂફ ફાઉન્ડેશન લગાવવું.
બેઝ કરી લીધા બાદ મેકઅપ કરવાની શરૂઆત આંખના મેકઅપથી કરવી.

No comments:

Post a Comment