Tuesday, 9 August 2011

કયા છે તે સપ્તપદીના 7 સુંદર વચન?

લગ્ન સમયે સપ્તપદીને ફેરા ફરતા સમયે નવ વર-વધુ એકબીજાને સાત વચનો આપે છે. આજીવન તે વચનને વળગીને રહેશે તેમ કહેતાં નવપરણિત જોડાઓ શું વચન આપે છે તે આપ જાણો છો?

આ રહ્યાં તે સાત વચનો જે નવ વર-વધુ એકબીજાને આપે છે

* નવ વધુ તેના પતિને વચન આપે છે ગૃહસ્થ જીવનમાં સુખ દુખની સ્થિતિઓ આવતી રહેશે,પરંતુ હું હંમેશા મારો સ્વભાવ મધુર રાખીશ.

*તમારી જાણ બહાર હું કોઈ પર પુરૂષને એકલામાં નહીં મળુ આ વચન વધુ વરને આપે છે

*તને જણાવ્યા વગર કોઈપણ પ્રકારનું નિર્માણ નિર્માણ,મહોત્સવનું આયોજન કે યાત્રા કરીશ નહીં. આ વચન બન્ને એકબીજાને આપે છે.

*વર તેની વધુને વચનો આપતાં કહે છે કે તારા વ્રત, દાન અને ધર્મ કાર્યોમાં રોક-ટોક કરીશ નહીં. મારી મહેનતથી જે કમાઇશ તે બધું જ તને સોંપીશ.

*વર વધુને વચન આપે છે કે દરેક જગ્યાએ તે વધુને તેની સાથે રાખશો, તે દેશ હોય વિદેશ હોય કે પછી નાનામાં નાની જગ્યા

*વર તેની નવ વધુને વચન આપે છે કે તારી સલાહ વગર કે તારી સંમતિ વગર કોઇપણ સંપત્તિનું ખરીદ-વેચાણ નહીં કરું. ઘરની દરેક કીંમતી વસ્તુઓ, ઘરેણાં, આભુષણો વગેરે તને સોપીંશ

*વધુ તેના વરને વચન આપે છે હું તમારી જાણ બહાર ક્યારેય મારા માતા-પિતાને ત્યાં કે પિયરમાં નહીં જાઉ

No comments:

Post a Comment