Friday, 19 August 2011

ત્વચાને ખીલથી બચાવે છે આ 5 ફળ


ખીલ ત્વચાની સુંદરતાને સૌથી વધુ પ્રભાવિત કરે છે. ખીલ ઉંમરના એ તબક્કામાં જ નીકળી આવે છે જ્યારે સુંદરતા સૌથી વધુ મહત્વની હોય છે. આનો કોઈ સ્થાયી ઉપાય નથી. દરેકની ત્વચા પર ખીલ અલગ અલગ રીતે અસર કરે છે અને તે થવા પાછળના કારણ પણ અલગ અલગ હોય છે. સામાન્ય રીતે તે હોર્મોન્સના અંસુતલનને કારણે ખીલ ફૂટી નીકળતા હોય છે. જો કે ખાનપાન અને આહારમાં થોડો બદલાવ કરવામાં આવે તો ખીલથી બચી શકાય છે. વિશેષજ્ઞો કહે છે કે જો અમુક ફળોનું નિયમીત સેવન કરવામાં આવે તો ખીલથી બચી શકાય છે.
 

દ્રાક્ષ: જો તમને દ્રાક્ષ પસંદ હોય તો તમારા માટે ખુશખબર છે. દ્રાક્ષ તમારી ત્વચાને ખીલમુક્ત રાખે છે. સાથે જ તે ત્વચા પર પડેલા ખીલના ડાઘને પણ દૂર કરે છે.
 

એપ્રિકોટ (જરદાળુ): એપ્રિકોટમાં વિટામીન સી અને એ ભરપૂર માત્રામાં હોય છે. આ તમારી નિસ્તેજ ત્વચાને જીવંત કરી દે છે. આ સંવેદનશીલ ત્વચા માટે કોઈ દવા કરતાં ઓછું નથી.
 

કેળા: કેળા ફાઈબર અને વિટામીન યુક્ત હોય છે. કેળા ત્વચાને ચમક આપે છે અને તેની સૌથી મોટી ખાસિયત છે કે તે ખીલથી બચાવે છે.
 

સંતરા: વિટામીન સીનો ભરપૂર સ્ત્રોત એટલે સંતરા. તૈલિય ત્વચાની ચિકાશ દૂર કરવા માટે સંતરા સૌથી ફાયદાકારક હોય છે.
 

પપૈયું: સામાન્ય રીતે લોકોને પપૈયું પસંદ નથી હોતું. જો તમે તમારી ત્વચાને પ્રેમ કરતા હોવ તો પપૈયા સાથે મિત્રતા કરવી જોઈએ. પપૈયામાં રહેલા એન્જાઈમ મૃત ત્વચાને બહાર કરે છે અને ચહેરા પર ચમક લાવે છે. તેમાં વિટામીન એ ભરપૂર માત્રામાં જોવા મળે છે, તે ત્વચા માટે કવચનું કામ કરે છે. તેનો ફેસપેક લગાડવાથી ત્વચાના છિદ્રો ખુલી જાય છે અને બ્લેક હેડ્સ નથી થતાં. આનાથી રંગ પણ ગોરો થાય છે.

No comments:

Post a Comment