કારકિર્દીમાં ચોકસાઈની અગત્યતા ઘણી છે. આજે ઘણી સંસ્થાઓમાં ચોકસાઈનો અભાવ જોવા મળે છે. પરિણામે કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે અને કાર્યદક્ષતા પણ ઓછી થાય છે.
‘‘એ તો એમ જ ચાલે’’નો સ્વભાવ માનવીને પોતાના કાર્યમાં વેઠ ઉતરામડાવે છે અને તે ઘણી વખત બીજા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
નાના વ્યવસાયીઓ પોતાની પૈસા ખર્ચવાની અશક્તિને કારણે ઘણી વખતે અણઆવડત ધરાવતી વ્યક્તિઓને નોકરી ઉપર લે છે અને પરિણામે ગ્રાહક ગુમાવે છે. કાઉન્ટર ઉપરના માનવીના વાણી અને વર્તનનું જો ઘ્યાન ના રાખવામાં આવે તો ગ્રાહકને અન્યાય થાય છે. માલિકની ગેરહાજરીમાં આ કર્મચારી ગ્રાહક સાથે તોછડું વર્તન કરે ત્યારે તે ગ્રાહક માલિકને મોટાભાગે ફરિયાદ કરવા આવવાનો નથી. પરંતુ ત્યાંથી ખરીદવાનું બંધ કરી દેશે. ‘‘બીજો સારો માણસ નહીં મળે’’ એ બીકે કર્મચારીનું અવિનયી વર્તન ચલાવી લેનાર માલિક ખરેખર ગ્રાહકનો ગુનેગાર બને છે. માલિકનું હિત ઇચ્છનાર ગ્રાહક માલિકને કર્મચારીની ફરિયાદ કરે અને માલિક તે કર્મચારીનો ખોટો બચાવ કરે ત્યારે તે કર્મચારી વધારે અવિનયી બનતો જાય છે અને લાંબા ગાળે માલિકને આર્થિક અને સામાજિક નુકસાન થઈ શકે છે.
શાણો માલિક ગ્રાહકને સાચવવાનો પ્રયત્ન પહેલાં કરે છે અને પોતાના કર્મચારીને યોગ્ય તાલીમ આપે છે. તેના અવિનયને ચલાવી લેતો નથી.
ગ્રાહક અને દુકાનદાર વચ્ચે એક વખત અમુક શરતે ધંધો કરવાનું નક્કી કરવામાં આવે ત્યારે દુકાનદારે તે શરતને પાળવી તેમાં જ શાણપણ છે. ગ્રાહક વધારે ખરીદે કે ઓછું ખરીદે પણ સ્વીકારેલ શરતને માન આપવું એ જ સાચો ધંધાદારી છે. પોતાના સ્વાર્થ મુજબ શરતોને માન્ય ના રાખવી તે ગ્રાહકને અન્યાયકર્તા છે. શરત પાળવાની જ ના હોય તો શરત કરવાનો કોઈ અર્થ રહેતો નથી.
જ્યારે સાધનો રીપેર કરવા માટે આપવામાં આવે ત્યારે ઘણી જગ્યાએ બોલ્ટ-નટ્સનું ઘ્યાન રાખવામાં આવતું નથી. ડીવીડી રીપેર કરવા આવ્યું હોય ત્યારે પાછું આપવામાં આવે ત્યારે ઓરીજીનલ બોલ્ટને બદલે ગમે તેવા બોલ્ટનો ઉપયોગ થયેલો હોય છે. ઘણી વખત બોલ્ટ મીસીંગ હોય, ચોકસાઈ ધરાવતો માણસ નાના બોલ્ટનું પણ ઘ્યાન રાખે છે.
સર્વીસ કરવા આવેલ વાહન ઘણી વખત બીજા પ્રોબ્લેમ સાથે પાછું આવે છે કારણ કે ચોકસાઈનો અભાવ હોય છે. ‘‘એમા શું?’’નો સ્વભાવ પણ માનવીને ચોકસાઈ વિહીન બનાવે છે. મેડીકલ ક્ષેત્રે ‘એમાં શું થઈ ગયું’નો સ્વભાવ રોગ વધારી શકે છે. હોસ્પીટલમાં મચ્છર-માખીનો ત્રાસ હોય અને તેના તરફ બેદરકારી રાખવામાં આવે તો દર્દી બીજા રોગનો ભોગ બની શકે છે. રેસ્ટોરંટમાં મચ્છર-માખીનો ત્રાસ ગ્રાહકોને તે રેસ્ટોરંટથી દૂર રાખશે.
આજે વઘુ આવક ધરાવતા ખાદ્યપદાર્થના વેપારીઓ છાપાંનો ઉપયોગ કરે છે. વર્ષોથી દાળવડાના ધંધામાંથી મોટી આવક ધરાવનાર વ્યક્તિ આજે પણ છાપાંઓમાં દાળવડાં વેચે છે. શા માટે આવી વ્યક્તિઓ થોડો ખર્ચો કરી બ્રાઉનબેગનો ઉપયોગ કરે તો તેમની આવકમાં મોટો ઘટાડો થવાનો નથી પરંતુ ‘‘એમાં શું?’’નો સ્વભાવ (ગ્રાહકનો અને વેપારીનો) આ પ્રથાને ચલાવી લે છે. પસ્તીભંડારમાં ઘૂળમાં પડેલાં છાપાં, ઘણી વખત ક્યાંય ઉપયોગ થયેલ છાપાં જેમાં બેક્ટેરીયા લાગેલ હોય તેવાં છાપાં ખાદ્યપદાર્થોના પેકીંગમાં વપરાય છે. જો આ દાળવડાં કે વડાપાઉં વેચતા વેપારીઓ મોંઘા ભાડાની જગ્યા લઈ શકતા હોય અથવા ખરીદી શકતા હોય તો પછી પેપરબેગ પરવડે નહીં તે અભિગમ પ્રજાને મૂર્ખ બનાવાનો છે.
ગ્રાહક ઊભો હોય અને કર્મચારી પોતાના મોબાઈલ ઉપર અંગત વાતોમાં મસ્ત હોય ત્યારે પણ ‘એમાં શું?’નું વર્તન જોવા મળે છે. દસ માનવીઓ લાઈનમાં ઉભા હોય અને કર્મચારી પાંચ મીનીટ પોતાની અંગત વાતોમાં કાઢે ત્યારે દસ ગ્રાહકોની મળી પચાસ મીનીટ બગડે છે. કર્મચારી એ પાંચ મીનીટનો પગાર મફતમાં લે છે. દિવસ દરમ્યાન તે છ વખત વાત કરતો હોય તો દિવસના ત્રીસ મીનીટ બગાડતો હોય છે એ મહિનાના ૨૬ દિવસના હિસાબે ગણતાં ૧૩ કલાકનો સમય બગાડે છે. અર્થાત્ તે દર મહિને લગભગ બે વર્કીંગ દિવસનો સમય બગાડે છે. તે બે રજા લીધેલ સમાન છે. વર્ષમાં તો લગભગ ૨૪ દિવસનો સમય બગાડે છે. વર્ગમાં મોડા જતા શિક્ષક અથવા વર્ગ દરમ્યાન મોબાઈલ ઉપર વાત કરતો શિક્ષક પણ આડકતરી વધારે રજાઓ લે છે. સરકારી ખાતાંઓમાં ‘સહી બાકી છે’ વાક્યનો વારંવાર ઉપયોગ કરી કામને વિલંબમાં નાંખવામાં આવે છે. બધામાં ‘સાથે સહી કરાવી લઈશું’નો આળસુ વિચાર રાખી પેપરોના ઢગલા કરે છે અને પ્રજાને સહન કરવું પડે છે. ટ્રક પાછળ લાઈટ નથી ત્યાં પણ ‘એમાં શું’નું વર્તન પણ આજે મોટા અકસ્માતોનું કારણ બની જાય છે અને નિર્દોષ માનવીઓ જાન ગુમાવે છે.

No comments:
Post a Comment