અપેક્ષા –
પોતાનો જીવનસાથી બધી રીતે આદર્શ હોય તે અપેક્ષા વધુ પડતી છે. સંસારમાં દરેક જણ આપણી અપેક્ષાઓમાં ખરાં ઉતરે તે જરૂરી નથી.
વ્યર્થ ખર્ચાઓ –
પોતાની વાસ્તવિક ક્ષમતાથી વધુ સુવિધાઓ ભોગવવાની ઇચ્છાઓ રાખવી અને યથા શક્તિથી વધુ ખર્ચ કરવું તે પણ ગૃહસ્થીમાં નરક ભોગવવા જેવું છે.
આર્થિક નબળાઇ –
આ એક કડવું સત્ય છે કે પૈસાની તંગી પણ સંબંઘોમાં ઝેરનું કારણ બની શકે છે, ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કરતાં પહેલા વ્યક્તિએ પોતે આર્થિક અને પર્યાપ્ત રૂપે આત્મનિર્ભર હોવું પણ જરૂરી છે.
નશો –
કોઇપણ જાતનો નશો, ગૃહસ્થ જીવનને નરક બનાવવામાં મુખ્ય ભુમિકા ભજવે છે છે.
અહંકાર –
પોતાની જાતને દરેક સ્થિતિમાં સાચું માનવું અને પોતાના જીવનસાથીને પોતાનાં પ્રમાણે ઢાળવો એ સુખી સંસારમાં દુખોનું કારણ બની શકે છે. એ અટલ સત્ય છે કે રાત-દિવસ સાથે રહેનારો માણસ પણ તમારી ઇચ્છાઓ પર 100 ટકા ખરો ક્યારેય ના ઉતરી શકે તે વાતને સ્વીકારો.
આળસ –
પતિ-પત્ની બન્નેમાંથી એક પણ વ્યક્તિ આળસી અને કામને ટાળો દેનારા હોય તેવા વ્યક્તિનાં જીવનમાં નિશ્ચિત દુખ આવે છે અને જેની અસર તેમના દામ્પત્ય જીવન પર પણ વર્તાય છે.
છુપાવવું –
કોઇપણ વાતને છુપાવવાની કે જુઠ્ઠું બોલવાની ટેવ પણ તમારા પારસ્પરિક જીવનમાં ઝેર સમાન કામ કરશે.
No comments:
Post a Comment