Thursday, 29 September 2011

આપની યાદશક્તિ વધારવા અસરદાર છે આ 'અનાજ'

સામાન્ય રીતે લોકો ઘઉંને શક્તિવર્ધક પદાર્થ એટલે કે કાર્બોહાઈડ્રેડથી ભરપૂર માને છે. ઘણાં ઓછા લોકો જાણે છે કે ઘઉં ઔષધિ તરીકે પણ ઘણા ગુણકારી છે.

ઉધરસ- 20 ગ્રામ ઘઉંના દાણામાં મીઠું ભેળવી 250 ગ્રામ પાણીમાં ઉકાળો જ્યા સુધી પાણીનું પ્રમાણ 1/3 ન રહે. બાદમાં આ ગરમ ગરમ પાણી પી લો. સતત એક અઠવાડિયા સુધી આ પ્રયોગ કરવાથી આપની વર્ષો જુની ઉધરસ દુર થાય છે.

એસીડીટી- 80 ગ્રામ ઘઉંને રાત્રે પાણીમાં પલાળી દો સવારે તેને સારી રીતે પીસી લો. તેમાં થોડી ખાંડ મેળવી લો. ઘઉંના આ રસને પાણીમાં મેળવીને પીવાથી એસીડીટીની સમસ્યા દુર થાય છે એટલું જ નહીં કિડનીના રોગમાં પણ રાહત મળે છે.

હાડકા મજબુત બનાવે છે-એક મુઠ્ઠી ઘઉંને તવા પર શેકી લો. અને બાદમાં તેનો ક્રશ કરી લો. આ અઘકચરા લોટની અંદર મધ મેળવીને ચાટવાથી હાડકા મજબુત બને છે.

યાદશક્તિ વધારે છે ઘઉં- ઘઉંના લોટમાંથી બનતી રાબમાં બદામ મેળવીને પીવાથી યાદશક્તિ વધે છે.

No comments:

Post a Comment