Thursday, 15 September 2011

ઉજ્જાયી પ્રાણાયામ શરદી રાખે દૂર...

 
ઉજ્જાયી પ્રાણાયામ શરદી રાખે દૂર...

ઠંડીની ઋતુ શરૂ થઈ ગઈ છે,બધાના ગરમ કપડા બહાર નીકળી ગયા છે. તેમ છતાં ઘણી વાર ઠંડી એટલી વધી જાય છે કે તેનાથી બચવું મુશ્કેલ થઈ પડે છે.ઠંડીના પ્રભાવથી બચવા માટે દરરોજ ઉજ્જયી પ્રાણાયામ કરવામાં આવે તો થોડા જ દિવસોમાં કડકડતી ઠંડી તમને પ્રભાવિત કરી શકશે નહીં.

ઉજ્જયી પ્રાણાયામની વિધિ

યોગ્ય જગ્યા પર આસન પાથરીને બેસી જાઓ. હવે ઊંડો શ્વાસ લો. કોશીશ કરો કે પેટની માસપેશી પ્રભાવિત ના થાય.ગળુ,છાતી,હદયથી શ્વાસ અંદરની તરફ ખેંચો. જ્યારે શ્વાસ પૂરો ભરાય જાય એટલે જાલંધર બંધ લગાવીને કુંભક કરો(જાલંધર અને કુંભક વિષે લેખમાં પહેલા બતાવવામાં આવ્યું છે.)હવે નાકના જમણી બાજુના છિદ્રને ખોલીને ધીરે-ધીરે શ્વાસ છોડો.શ્વાસ લેતા સમયે શ્વાસ નળીના રસ્તાને હાથથી દબાવી રાખો.જેનાથી શ્વાસ લેતા સમયે સિસકારાનો અવાજ આવે. એ જ રીતે શ્વાસ છોડતા સમયે કરો.
ઉજ્જયી પ્રાણાયામને બેસીને કે ઊભા રહીને પણ કરી શકાય છે.કુંભક પછી નાકના બંને છિદ્રો વાટે શ્વાસ બહાર કાઢો. શરૂઆતમાં આ પ્રાણાયમને એક મિનિટમાં ચાર વખત કરો. અભ્યાસ પછી તેની સંખ્યા વધારતી જવાની.

પ્રાણાયામના લાભ

આ પ્રાણાયામ ઠંડીમાં ઘણું લાભદાયક સાબિત થાય છે.આ પ્રાણાયામનો અભ્યાસ કફના રોહૉગ,અજીર્ણ અને ગેસની સમસ્યા દૂર કરે છે.સાથે હદય સંબંધીત બિમારીઓ માટે આ આસન લાભદાયક છે.આ પ્રાણાયામને નિયમિત કરવાથી ઠંડીની બહુ અસર થતી નથી.

No comments:

Post a Comment