પ્રભાવ વધુ પ્રત્યક્ષ પણ હોઈ શકે છે. મેદસ્વી લોકો તેઓના પાતળા મિત્રો જ્યાં સુધી તેઓ જેટલા કદના ન થાય ત્યાં સુધી તેઓ પર વધુ ખાવાનું અને ઓછી કસરત કરવાનું દબાણ કરી શકે છે. સંશોધકોએ જણાવ્યું હતું કે તમારા મિત્રોનું શરીર મોટું હોય તો તમારું પોતાનું વજન વધવાનું જોખમ છે, કારણ કે જાડા મિત્રો હોય તો તમે તેઓની સાથે ખાવાની અથવા ટીવી જોવાની પ્રવૃત્તિઓમાં ભાગ લો છો અને શારીરિક પ્રવૃત્તિઓ ઓછી કરો છો.
સંશોધકોએ તેઓના અભ્યાસ માટે ફિનિકસ એરિઝોનાની ૧૦૧ સ્ત્રીઓ અને તેઓના ૮૧૨ સૌથી નિકટના મિત્રો તથા સંબંધીઓની મુલાકાત લીધી હતી. જો કે સંશોધકોને જણાયું હતું કે મોટા ભાગની સ્ત્રીઓ મેદસ્વી હોવાને શરમજનક માનતી હતી. ૨૫ ટકા મહિલાઓએ જણાવ્યું હતું કે તેઓ મેદસ્વી બનવાને બદલે ગંભીર ડિપ્રેશનથી પીડાવાનું પસંદ કરશે. ૧૪.૫ ટકા સ્ત્રીઓએ તો ત્યાં સુધી કહ્યું હતું કે તેઓ મેદસ્વી બનવા કરતાં સંપૂર્ણપણે અંધ બનવાનું વધુ પસંદ કરશે.
No comments:
Post a Comment