Wednesday, 14 September 2011

મીઠું ખાવાથી નથી વધતુ બીપી?


 
સામાન્ય રીતે બ્લડ પ્રેશરના દર્દીઓને મીઠું ખાવાની ના પાડવામાં આવે છે. એવામાં બ્લડ પ્રેશરના દર્દીઓએ સ્વાદ સાથે સમજૂતી કરવી પડે છે પણ વૈજ્ઞાનિકોએ સંશોધન બાદ ખુલાસો કર્યો છે કે ઓછું કે વધુ નમક ખાવાથી હાઈ બ્લડ પ્રેશર પર કોઈ જ અસર નથી પડતી અને ન તો વધારે મીઠું ખાવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા વધે છે.

બેલ્જીયમની લોવેન યુનિવર્સિટીના સંશોધકોએ 3681 લોકો પર વર્ષો સુધી શોધ કર્યા પછી આ તારણ મેળવ્યું છે. આ શોધને અમેરિકન એસોશિએશન જર્નલની છેલ્લી આવૃતિમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. જો કે એટલાન્ટાના વૈજ્ઞાનિકો આ શોધ સાથે સહેમત નથી. તેમનું માનવું છે કે આ શોધ પર હજી વધુ અભ્યાસ કરવો જરૂરી છે.

No comments:

Post a Comment