Wednesday, 14 September 2011

આવા પણ ફોબિયા હોઈ શકે છે!


 
 
ફોબિયા 25 ટકા લોકોમાં જોવા મળે છે. જો તેની સારવાર ન કરવામાં આવે તો અન્ય માનસિક બીમારીઓ પણ થઇ શકે છે.

ફોબિયામાં કોઇ વસ્તુ કે પરિસ્થિતિનો ખૂબ જ વધુ પ્રમાણમાં અને લાંબા ગાળા સુધીનો ભય લાગતો હોય છે. ફોબિયામાં દર્દીમાં એન્કઝાયટીનાં ચિન્હો જોવા મળે છે. દર્દી ક્યારેક અગાઉથી એવું ધારી લે છે કે તેમને ઇજા થશે (દા.ત. કૂતરું કરડશે) અથવા તો તેમને એમ લાગે છે કે તેઓ પોતાની જાત પરનો કાબૂ ગુમાવી બેસશે અને તેમનામાં પેનિક એટેકનાં ચિન્હો જોવા મળે છે. (દા.ત. તેઓ લિફ્ટમાં હોય તો લિફ્ટ બંધ થયા પછી ચક્કર આવી પડી જવાનો ભય લાગવો.) આ બીમારી ૫ થી ૧૦ ટકા લોકોમાં જોવા મળે છે. ક્યારેક ૨૫ ટકા લોકોમાં જોવા મળે છે. જો આ બીમારીની સારવાર ન કરવામાં આવે તો અન્ય માનસિક બીમારીઓ જેવી કે ડિપ્રેશન, અન્ય એન્કઝાયટી ડિસઓર્ડર તથા દારૂનું વ્યસન જોવા મળી શકે છે. આ બીમારીનો લાઇફ ટાઇમ પ્રિવેલન્સ રેટ ૧૧ ટકા જેટલો છે. આ પ્રકારના ફોબિયા સોશિયલ ફોબિયા કરતાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ બીમારી સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. ક્યારેક બ્લડ ઇન્જેકશન ઇંજરી પ્રકારના ફોબિયામાં આ દર ૧ સ્ત્રી: ૧ પુરુષનો હોય છે. ફોબિયા યુવાન વ્યક્તિઓમાં તથા પ્રૌઢ વ્યક્તિઓમાં બંનેમાં જોવા મળે છે. આ બીમારીમાં વ્યક્તિને અલગ-અલગ પ્રકારના ભય લાગે છે. જેમકે પ્રાણીઓ,બીમારી,વાવાઝોડું, ઊંચાઇ અને મૃત્યુ.

લક્ષણો: આ ભયને લીધે દર્દીમાં એન્કઝાયટીના ચિન્હો જોવા મળે છે. જેમકે,ચક્કર આવવા, માથું હલકું લાગવું, પેટમાં ફફડાટ થવો, નાડીના ધબકારા વધવા, વારંવાર પાતળા ઝાડા થવા, ધબકારા વધી જવા, હાથ ધ્રૂજવા, પેશાબ વધુ માત્રામાં લાગવો, બ્લડપ્રેશર વધવું, ક્યારેક પેનિક એટેક પણ આવી શકે છે.

વિવિધ પ્રકારના ફોબિયા: એનિમલ ટાઇપ,નેચરલ એન્વાયરન્મેન્ટ ટાઇપ,બ્લડ-ઇન્જેકશન-ઇંજરી ટાઇપ, સિચ્યુએશન ટાઇપ અને અન્ય ફોબિયામાં ઊલટીનો ભય, બીમારી લાગવાનો ભય, શ્વાસ રૂંધાવાનો ભય, મોટા અવાજનો ભય.

- એક્રોફોબિયા - ઊંચાઇનો ભય
- અગોરા ફોબિયા - ખુલ્લી જગ્યાનો ભય
- એઇલયુરો ફોબિયા - બિલાડીનો ભય
- હાઇડ્રો ફોબિયા - પાણીનો ભય
- કલ્સટરો ફોબિયા - બંધ જગ્યાનો ભય
- સાયનો ફોબિયા - કૂતરાઓનો ભય
- માયસો ફોબિયા - ધૂળ-જીવાતનો ભય
- પાયરો ફોબિયા - આગનો ભય
- ઝીનો ફોબિયા - અજ્ઞાત વ્યક્તિનો ભય
- ઝૂ ફોબિયા - પ્રાણીઓનો ભય
- અમેક્સો ફોબિયા - આખી સોસાયટીનો ભય દર્દી ક્યારેક ભયના વાતાવરણથી દૂર રહેવાનો પ્રયત્ન કરે છે. પ્લેનનો ભય લાગતો હોય તો બસમાં મુસાફરી કરે છે.

સારવાર: સાયકો થેરપી, બિહેવિઅર થેરપી, ઇનસાઇટ-ઓરિએન્ટેડ સાયકોથેરપી, હિપ્નોસીસ, સપોર્ટિવ થેરપી, ફેમિલી થેરપી, દવા દ્વારા અપાતી સારવાર વગેરે.

No comments:

Post a Comment