Tuesday, 13 September 2011

તુલસીના 5 પાના રોજ ખાઓ અને મટી જશે બધા જ રોગો


તુલસીને દેવીનું રૂપ માનવામાં આવે છે. સાથે જ માન્યતા છે કે તુલસીના છોડ ઘરમાં થતી ખરાબ નજર પ્રભાવિત નથી કરી શકતી અને અન્ય નકારાત્મક બુરાઈઓ પણ ઘર અને ઘરવાળાથી દૂર રહે છે. આ તો તુલસીનું ધાર્મિક મહત્વ છે, પરંતુ વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી તુલસી એક ઔષધિ છે. આયુર્વેદમાં તુલસીને સંજીવની બુટીની સમાન માનવામાં આવે છે. તુલસીમાં અનેક એવા ગુણ હોય છે જે મોટા-મોટા જટિલ રોગોને દૂર કરવા અને તેને રોકવામાં સહાયક બને છે.

કહેવાય છે કે જે વ્યક્તિ દરરોજ પાંચ પાના તુલસીના ખાય છે તે દરેક પ્રકારના રોગથી સુરક્ષિત રહે છે. તેને ત્રણ મહિના સુધી સેવન કરવાથી ખાંસી, શરદી-તાવ, મલેરિયા, કાળો બુખાર, જુકામ કે કફ, જન્મજાત જુકામ, શ્વાસના રોગ, દમ, સ્મરણશક્તિનો અભાવ, જૂનામાં જૂનો માથાનો દુઃખાવો, શરીરની મેદસ્વીતા, અમ્લતા, કબજિયાત, ગેસ, મંદાગ્નિ, કિડનીનું યોગ્ય કામ ન કરવું, કિડનીની પથરી, દાંતના રોગ, સફેદ દાગ તથા અન્ય બીમારીઓ, જોડોનું દર્દ, વૃદ્ધાવસ્થાની નબળાઈ, વિટામીન એ અને સીની ખોટથી ઉત્પન્ન થતા રોગ, સફેદ દાગ, કુષ્ઠ તથા ચામડીના રોગો, શરીરની કરચલીઓ, મહિલાઓની અનેક બીમારીઓ, તાવ તથા ખસરા વગેરે.

રોગ દૂર થાય છેઃ-

-માથા, ગળા, નાકના દર્દ, આંખના રોગ, સૂજન, ખંજવાળ, અજીર્ણ, ઉલટી, હૃદયરોગ, ફોડલા, ખીલ, જલન, લૂ લાગવી, સ્નાયૂપીડા, સ્વપ્નદોષ, મૂર્છા, વિષ વગેરે તથા સ્ત્રીઓ અને બાળકોના સામાન્ય રોગ માટે ચિકિત્સ પોતે જ કરી શકાય છે.

-તુલસી સ્વાઈન ફ્લૂને દૂર રાખવા માટે તુલસી ઉપયોગી છે.

-તુલસીના ઉપયોગથી મનુષ્યમાં રોગ પ્રતિકારક શક્તિમાં તીવ્ર વધારો થાય છે અને ખાલી પેટે 20-25 પાના તુલસીના સેવન કરવાથી સ્વાઈન ફ્લૂથી બચી શકાય છે.

-તુલસી દમ, ટીબીમાં પણ ગુણકારી હોય છે.

No comments:

Post a Comment