જો તમે પણ બદલાતી સિઝનની આ શરદી-ખાંસીથી પરેશાન હોવ તો આ ઘરગથ્થુ નુસખા અપનાવો.
- શરદી –ખાંસી થવા પર ગરમ-ગરમ ચણાને સુંઘવાથી પણ દુર થઇ જાય છે.
- કાળી મરીની સાથે થોડા પતાશા ભેળવીને તે ગરમ-ગરમ પાણી પીવાથી શરદી દુર થાય છે.
- મધમાં આદુનો રસ મેળવીને સેવન કરવાથી ખાંસી દુર થઇ જાય છે.
- ખાંસી, શરદી અને સામાન્ય તાવમાં તુલસી અને આદુની ચા પીવાથી પણ લાભ થાય છે.
- શરદી થવા પર ગરમ દુધમાં ખજૂર ઉકાળીને તેમાં થોડી ઇલાયચી અને કેસર મેળવીને સેવન કરવાથી શરદીનાં રોગાણું નષ્ટ થાય છે.
-ગરમ દેશી ઘી માં કાળી મરીનું ચૂર્ણ મેળવીને રોટલી સાથે સેવન કરવાથી શરદી ઠીક થાય છે.
- ગોળ અને કાળી મરીનું ચૂર્ણ બનાવીને, ઉકાળીને ચાની જેમ પીવાથી શરદી દુર થાય છે.
- સરસિયાનાં તેલને નવશેકુ કરીને છાતી, પગનાં તળિયે અને નાકની ચારે બાજુ લગાડવાથી પણ શરદી દુર થાય છે.
- દોઢ ચમચી વરિયાળી પાણી સાથે ખાઇને ઉપર દુધ પીવાથી પણ શરદી ઓછી થવાની સંભાવના ઓછી રહે છે.
No comments:
Post a Comment