વળી, હાલમાં તો તહેવારોની સિઝન પુરબહારમાં છે એવામાં તેની વિશેષ કાળજી લેવી જ પડે.
મેકઅપ કરવો જેટલો જરૂરી છે, એટલી જ ત્વચાને આંતરિક રીતે સ્વચ્છ કરવી જરૂરી છે. તેના માટે ક્લિન્સિંગ કરવું જોઇએ. તેની સાથોસાથ ત્વચાની માલિશ કરવી પણ મહત્વની છે. આટલું કર્યા પછી પાણીથી ચહેરો ધોઇ નાખવો.
*લ્યો આ રહ્યાં આપની સ્કિન અને હેરને નેચરલ ગ્લો આપાવતી કેટલીક અસરદાર ટિપ્સ
-કોબીજના પાનને લસોટી તેના રસમાં થોડુંક મધ ભેળવીને ચહેરા પર લગાવો અને સૂકાઇ ગયા બાદ ધોઇ નાખો. આનાથી ત્વચાની શુષ્કતા અને કાળાશ ઓછા થાય છે.
-પાલકને સમારીને બાફી લો. બાફેલી ભાજીને ચહેરા પર લગાવી હળવા હાથે ઘસો. આનાથી નિસ્તેજ ત્વચાની કાંતિ પાછી આવશે અને સુંવાળી બનશે.
-કાકડીના રસમાં થોડું દૂધ ભેળવીને ચહેરા પર લગાવવાથી રંગ ખીલે છે. કાકડીના ટુકડાને ચહેરા પર હળવા હાથે ઘસવાથી ડાઘ, ખીલ અને કરચલીઓ ઓછી થાય છે.
-અઠવાડિયામાં એક વાર વાળમાં ઓલિવ ઓઇલની માલિશ જરૂર કરવી. આમ કરવાથી માથાના વાળ સફેદ થતાં અટકશે અને મજબૂત પણ બનશે.
No comments:
Post a Comment