Wednesday, 14 September 2011

અસ્થમા: સવાલ તમારા શ્વાસનો છે!


 
 
ભારતમાં લગભગ 15થી 20 કરોડ લોકો અસ્થમાંથી પીડાય છે. 12 ટકા ભારતીય બાળકો અસ્થમાંના રોગીઓ છે.આખરે તેની પાછળનું કારણ શું છે, કેમ દિવસે દિવસે અસ્થમાંના રોગીઓ વધતા જાય છે? શું તેને રોકી શકાય છે?

શહેરમાં ધૂળ અને ધૂમાડાને કારણે અસ્થમાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. આટલું જ નહીં પેટ્રોલ પંપ પર કામ કરતા દરેક દસમાં કર્મચારીને અસ્થમાની ફરિયાદ રહે છે. આનું મુખ્ય કારણ પ્રદૂષણવાળા વિસ્તારમાં કામ કરવું છે. આને રોકી શકાય છે જરૂર છે માત્ર સાવધાની વર્તવાની.

1. ધૂમ્રપાન ન કરો, સ્વચ્છ વાતાવરણમાં રહો.
2. હરિયાળીની વચ્ચે ફરો, કસરત કરો, તરવા જાઓ.
3. જો અસ્થમાના પેશન્ટ હોવ તો ઠંડા અને ખાટા આહારથી દૂર જ રહો.
4. ધૂળ, ધૂમાડો અને પ્રદૂષણથી બચો.
5. આશંકા લાગે તો ડોક્ટરની પાસે તપાસ કરાવો અસ્થમાની સારવાર કરતા ડોક્ટરને પલ્મોનોલોજીસ્ટ કહે છે.
6..પ્રદૂષણ, ધૂળ અને ધૂમાડાથી બચવા માટે માસ્ક પહેરો.

No comments:

Post a Comment