Wednesday, 14 September 2011

ઘણી અનમોલ છે પર્લ જ્વેલરી, આ રીતે રાખો સંભાળ


 
 
ઓર્નામેન્ટ્સની વાત આવે અને તેમાં પણ એલિગન્ટ પાર્ટીવેર તો તો પછી પર્લ જ્વેલરી વિશે વાત તો કરવી જ પડે. આપની પર્સનાલીટીમાં ચાર ચાંદ લગાવી દે છે પર્લ જ્વેલરી.

યંગ લેડી હોય કે પછી ચાલીસી વટાવેલી કોઈ બિઝનેસ વુમન કે પછી દાદીમા હોય દરેકને મન પર્લ જ્વેલરી કંઈક ખાસ હોય છે.

વર્ષોથી મહિલાઓની પસંદગી પામેલી આ જ્વેલરીનું ડિસન્ટ લૂક કહો કે પછી અદભૂત કલાકારી દરેકમાં કંઈક ખાસ છે પર્લ જ્વેલરી. રજવાડી ઠાઠમાં હોય કે પછી ડાયમંડ કે સોને મઢેલી સાદી માળા દરેક સાથે સેટ થઈ જાય છે. તો આ મોતી એટલે કે પર્લ જ્વેલરીની સંભાળ પણ ખાસ રાખવી પડે છે.

લ્યો અહીં આપની પર્લ જ્વેલરીને સાચવણી માટે કેટલીક ખાસ ટિપ્સ

-તેને એક સ્વચ્છ કોટનના કપડાં કે પછી રૂથી સાફ કરીને મુકો
-તેને સ્પ્રે, મેકઅપ, એમોનિયા અને ક્લોરીનથી દુર રાખો
-તેના પર સીધેસીધુ પરફ્યૂમ ક્યારેય ઉપયોગમાં ન લો. પરફ્યૂમ લગાવ્યાં બાદ આ પહેરી શકો.
-તેને હમેશા ટિશ્યૂ, કોટન કે પછી મુલાયમ કપડામાં લપેટીને બેગમાં મુકો
-આ જ્વલેરી ક્યાંયથી ફોલ્ડ તો નથી થતીને તેનું ધ્યાન રાખો, આમ થવાથી તે ઝડપથી ખરાબ થઈ શકે છે.

No comments:

Post a Comment