Wednesday, 14 September 2011

હૃદયના ધબકારા સાચવે છે ચરબી!


 
 
આહારમાં ચરબીની માત્રા હૃદયને સુચારુરૂપે કાર્ય કરવા માટે જરૂરી છે. આહારમાં ચરબી ન હોવાને કારણે હૃદયના યોગ્ય રીતે ધબકવાની ક્ષમતા ઘટી જાય છે. ખાસ કરીને હૃદયરોગીઓમાં આની શક્યતા વધુ રહે છે.

આ શોધ વેસ્ટર્ન રિઝર્વ યુનિવર્સિટીમાં ફિઝિયોલોજી તથા બાયોફિઝિક્સના સહાયક પ્રોફેસર માર્ગેટ ચાંડલર અને તેના સહયોગીઓએ કરી છે. શોધના પરિણામો જણાવે છે કે આહારમાં ચરબીની ઉચ્ચ માત્રાથી હૃદયના ધબકારાની ક્ષમતામાં સુધારો થાય છે.

ચાંડલરના કહેવા અનુસાર, આનો અર્થ માત્ર આટલો જ નથી દહૃયરોગનો હુમલો પડ્યા પછી બર્ગર જેવી વસ્તુઓ ખાવા લાગો. પણ આના કારણે હૃદયને પર્યાપ્ત ઉર્જા અને સામાન્ય ચયાપચયના કામમાં મદદ મળી રહેશે.

આ શોધ અમેરિકન જર્નલ ઓફ ફિઝિયોલોજી- હાર્ટ એન્ડ સર્ક્યુલેટ્રી ફિઝિયોલોજીમાં પ્રકાશિત થયો છે. આ અનુસાર ચરબીમુક્ત ખોરાક હૃદયરોગના દર્દીઓ માટે સારો નથી હોતો જે સુગર અને કાર્બોહાઈડ્રેટમાં પરિવર્તિત કરી શકાય છે.

No comments:

Post a Comment