Thursday, 15 September 2011

અનેક બીમારીઓ માટે એક જ ડોક્ટર છે, ટમાટર


ખાટુ-મીઠું ટામેટુ રાધ્યા પછી સ્વાદને જેટલુ વધારે છે એટલો જ લાભ તેને સલાડના રૂપમાં લેવાથી થાય છે. ટમેટામાં પ્રોટીન, વિટામીન, વસા વગેરે તત્વો વિદ્યમાન છે. કાર્બોહાઇડ્રેડની માત્રા ઓછી હોય છે તે સિવાય પણ ટમાટર ખાવાથી અનેક લાભ થાય છે. ટમેટા માત્ર શાકભાજી નથી પણ તે એક ઔષધી પણ છે, આવી જાણીએ કેવી રીતે?

-ડાયાબિટિસ અને દિલના રોગોમાં ટમાટર ખૂબ ઉપાયોગી થાય છે.

-તેમાં કેલેરી ઓછી હોય છે એટલે સલાડના રૂપમાં ખાઈ શકાય છે.

-તે શરીરમાં અનેક પ્રકારની બીમારીઓથી મુક્તિ અપાવે છે.

-ટમાટર ખાવથી શરીરમાં કેન્સરના રોગો થતા નથી.

-ટમાટરના નિયમિત સેવનથી પેટ સાફ કરી શકે છે.

-કફ થાય ત્યારે ટમાટરનું સેવન અત્યંત લાભદાયી રહે છે.

-સવારે કોગળા કર્યા વગર પાકેલુ ટમાટર ખાવાથી સ્વાસ્થ્ય માટે લાભાદાયક રહે છે.

-પેટમાં કીડા પડ્યા હોય ત્યારે વહેલી સવારે ખાલી પેટે ટમાટરમાં પીસેલ કાળીમરી લગાવી ખાવાથી લાભ થાય છે.

-ભોજન કરતા પહેલા બે કે ત્રણ પાકેલા ટમાટરને કાપીને તેમાં પીસેલી કાળીમરી, સીંધુ મીઠું, તથા લીલા ધાણા મેળવીને ખાઓ. તેનાથી ચહેરા ઉપર લાલી આવી જાય છે અને પૌરુષ શક્તિ વધે છે.

-ટમાટરના રસમાં કાચૂ દૂધ અને લીંબુનો રસ મેળવીને ચહેરા ઉપર લગાવવાથી ચહેરા ઉપર ચમક આવી જાય છે.

-ટમાટરના નિયમિત સેવનથી અન્ય રોગ જેવા કે ડાયાબિટિસ, આંખો અને પેશાબના રોગ, જૂની કબજિયાત. તથા ચામડીના રોગોનો ઉપચાર થાય છે.

-તેના સેવાનથી રોગો પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

-ટમાટરથી પાચન શક્તિમાં વધારો થાય છે.

-તેમાં સાઇટ્રિક અમ્લ અને મૈલિક અમ્લ જોવા મળે છે. એટલે આ એટાસિડના રૂપમાં કામ કરે છે.

No comments:

Post a Comment