-લીમડાના પાદડાંને પાણીમાં ઉકાળીને પીવાથી શરીરમાં ઠંડક રહે છે. અને ચહેરા પર ફોડકી, ડાઘ ધબ્બા દુર થાય છે.
-લીમડાના પાનને પીસીને તેનો લેપ ચહેરા પર લગાવવાથી ચહેરો કાંતીમય બને છે.
-એક વાટકી ઘઉંના લોટમાં એક ચમચી ચંદન પાવડર, એક ચમચી લીમડાના પાનનો પાવડર, બે ચમચી મધ અને ગુલાબજળ મિક્સ કરી આ લેપ ચહેરા ગળા ગરદન પર લગાવવાથી ફાયદો થાય છે.
-ચહેરાના દાગ-ધબ્બા દુર કરવા લીમડાનો ફેસપેક ખૂબ જ અસરદાર છે. દરરોજ ચાર-પાંચ તાજા લીમડાના પાદડા મિક્સરમાં પીસી તેમાં એક ચમચી મુલતાની માટી મેળવો. આ ફેસપેકમાં થોડું ગુલાબજળ મિક્સ કરી તેને ચહેરા પર લગાવી લો. ફેસ પેક સૂકાવવા પર ગરમ પાણીથી ચહેરો ધોઈ લો.
-દાદર, ખરજવા જેવા ચામડીના રોગ તેમજ બ્લડપ્રેશર અને ડાયાબિટીસ જેવી હેલ્થ પ્રોબલમમાટે પણ અક્સિર છે લીમડાનો રસ.
-દરરોજ લીમડાના પાનનો રસ લેવાથી આ બીમારીઓથી બચી શકાય છે.
-આ સાથે લીમડાના પાન એટલાં ગુણકારી છે કે તેને અનાજના પિપડામાં મુકવાથી તેમાં ધનેડા અને અન્ય જીવાત પડતી નથી.
-લીમડાની છાલમાં પણ એટલાં ગુણ છે કે તેનાથી દાંત સાફ કરવાથી મોઢાના બેક્ટેરિયા દુર થાય છે દુર્ગંધથી તકલીફ દુર થાય છે તેમજ દાંત અને પેઢા પણ મજબુત થાય છે.
No comments:
Post a Comment