બેટ્ચરે જણાવ્યું હતું કે તમાકુના પ્રત્યક્ષ ધૂમ્રપાનથી અથવા તેનો ધુમાડો સિગારેટ ન પીતા લોકોના શ્વાસમાં જવાથી અત્યારે દર વર્ષે લગભગ ૬૦ લાખ લોકોનાં મોત થાય છે. આનો ભોગ બનનાર લોકો ગરીબ દેશોના હોય તેવી શક્યતા છે.
તેમણે કહ્યું હતું કે નીચી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં ધૂમ્રપાનના દરો સૌથી ઊંચા છે. આ દેશોમાં આરોગ્ય કાળજીની પહોંચ મર્યાદિત છે અને ઘણી સરકારો તમાકુ ઉદ્યોગને નિયંત્રિત કરવાની બાબતમાં ઢીલી પડે છે. બેટ્ચરે જણાવ્યું હતું કે તમાકુ કંપનીઓએ ચતુરાઈપૂર્વક ઉત્તર અમેરિકા અને યુરોપમાંના ઊંચી આવક ધરાવતા દેશોને ટાર્ગેટ બનાવવાને બદલે હવે અન્ય દેશોને ટાર્ગેટ બનાવવાનું શરૂ કર્યું છે, કારણ કે ઉત્તર અમેરિકા અને યુરોપમાં ધૂમ્રપાન દરો નીચા આવવા લાગ્યા છે.
No comments:
Post a Comment