તેઓ અત્યંત એકલતા અનુભવે છે. તેમણે આર્થિક મોરચાનું પણ ધ્યાન રાખવું પડતું હોય છે. પુરુષો બીજા લગ્ન કરે કે ન કરે, પરંતુ પહેલી પત્નીને વળતર અથવા તો દર મહિને પૈસા આપવા પડતા હોય છે. જો બીજા લગ્ન કરે તો બધું જ નવેસરથી શરૂ કરવું પડતું હોય છે. આ સર્વેમાં એવું તારણ પણ નીકળ્યું છે કે પત્નીથી અલગ થયાના એક વર્ષમાં ૪૮ ટકા પુરુષો સાવ એકલા પડી જતા હોય છે. તેની સામે માત્ર ૩૫ ટકા મહિલાઓ એકલતા અનુભવે છે.
લંડનના છુટાછેડાના અગ્રણી વકીલ એડમ વિટકોવરનું કહેવું છે કે પતિને છોડ્યા પછી કેટલીક મહિલાઓ રાહત અનુભવે છે. મહિલાઓને સારું મિત્રમંડળ હોય તેનો લાભ મળતો હોય છે કેમકે તેઓ મિત્રોમાં પોતાનું દુખ વ્યક્ત કરીને હળવી થઈ જાય છે, પરંતુ પુરુષો આવું કરી શકતા નથી.
No comments:
Post a Comment