શ્રી રાજીકાબહેન,
મને આઈલાઈનર લગાવવું ખૂબ ગમે છે. શું તમે મને બજારમાં મળતા વિવિધ પ્રકારના આઈલાઈનર વિશે જણાવી શકો ? - કિંજલ
બહેનશ્રી,
યોગ્ય આઈ મેકમેકઅપ વગર મેકઅપ સંપૂર્ણ ગણાય નહીં. આઈમેકઅપના પાયાનાં કહોલ (કાજલ) અને આઈ લાઈનર મુખ્ય છે. જુદા જુદા પ્રસંગે જરૂરિયાત મુજબના વિવિધ પ્રકારના આઈલાઈનર અને કહોલ બજારમાં ઉપલબ્ધ છે. બજારમાં મળતા વિવિધ પ્રકારના આઈલાઈનર વિષે થોડું જાણીએ.
જેલ આઈલાઈનર : સ્મોકી આઈમેકઅપ લુક મેળવવા માટે આ આઈલાઈનર એક સારો વિકલ્પ છે. જેલ આઈલાઈનર ફેશન અને મેકઅપ જગતનો એક હાલનો ટ્રેન્ડ છે. જેલ આઈલાઈનર જુદા જુદા કલરના પોટમાં મળે છે. તમને જેની જરૂર હોય તેમાં બ્રશ બોળી ઉપરના પોપચા પર આંખની કિનારીએ લાઈન કરવી. જેલ આઈલાઈનરનો ઉપયોગ આઈશેડો તરીકે પણ કરી શકાય છે. જેલ આઈલાઈનરનું ક્રિમી ટેકચર પણ કરી શકાય છે. જેલ આઈલાઈનરનું ક્રિમી ટેક્ચર હોવાથી તે ખૂબ સરળતાથી લગાવી શાકય છે. એનો ગેરલાભ એ છે કે એનાથી ઘણીવાર ડાઘ ધબ્બા થઈ આવે છે. માટે તેનો ઉપયોગ સ્મોકી આઈમેક અપ માટે કરવો એ જ સારું છે.
લિકવિડ આઈલાઈનરઃ તમારી આંખોને મોટી અને તાજગી પૂર્ણ દેખાડવા લિક્વિડ આઈલાનર એ એક સારું સાધન છે. સાથે સાથે એને બરાબર-યોગ્ય રીતે લગાવવા ખૂબ પ્રેક્ટિસની જરૂર રહે છે. આ આઈલાઈનર લગાવવાનો એક પહેલો નિયમ એ છે કે ઉપરના પોપચા પર એક જ કોટ લગાવવો. એનાથી વધારે કોટ લગાવવાથી આંખો ભારે અને બેહુદી લબડી પડેલી દેખાશે. લિકવિડ આઈલાઈનરનો ઉપયોગ કાજલ તરીકે પણ થઈ શકે, પરંતુ એ માટે ખૂબ પાતળી લાઈન કરવી પડે છે. વાઈબ્રન્ટ મેકઅપ સાથે લિકવિડ આઈલાઈનર ખૂબ મેળ ખાય છે.
પેન્સિલ આઈલાઈનરઃ જ્યારે તમે સાદો મેકઅપ કરો ત્યારે આ ટાઈપનું આઈલાઈનર વાપરી શકાય એનો કલર સૂક્ષ્મ અને લાઈટ હોય છે. પેન્સિલ આઈલાઈનર સરળતાથી લગાવી શકાય છે. ચોક્કસ અને આકર્ષક દેખાવ મેળવવા એક કરતાં વધારે કોટ લગાડવો જરૂરી છે. આમ આ ત્રણ પ્રકારના બેઝિક આઈલાઈનર છે. જેનો ઉપયોગ કરવાથી તમે ખરેખર સુંદર દેખાઈ શકો છો.
તૈલી ત્વચા માટે
શ્રી રાજીકાબહેન,
આ સિઝનમાં મારી ત્વચા ખૂબ તૈલી લાગે છે, તો મારે શું કરવું ? - ગીતાંજલિ
બહેનશ્રી,
આ સિઝનમાં હવામાં ભેજનું પ્રમાણ ખૂબ જ હોવાથી તૈલી ત્વચાનું જોખમ રહે છે. આ સમસ્યાના નિરાકરણ માટે લેમન ફ્રેસવોશનો ઉપયોગ ખૂબ મદદગાર બને છે. કોઈપણ ફેસ વોશમાં લીંબુની ૧થી ૨ ટીપાં ઉમેરો. લેમને ફ્રેસવોશમાં લીંબુના ૧થી ૨ ટીપાં ઉમેરો. તેનાથી ત્વચા થોડીક સૂકી થશે. ચોમાસાની ઋતુમાં તૈલી ત્વચાની સમસ્યા હાથ બહાર જતી રહે છે.
પરિણામે એકને ઉદ્ભવે છે. એકને થતા અટકાવવા અને ત્વચાની સલામતી માટે તૈલિયાને નિયંત્રિત કરવી જરૂરી છે. સૂકી અને એજિંગ સ્કીનમાં આ પ્રશ્ન ઓછો ઉદ્ભવે છે. આવા પ્રકારની ત્વચા માટે તમે તમારા રૂટીનમાં નાઈટક્રીમને સામેલ કરી દો જે તમારી ત્વચાને મોઈશ્ચરાઈઝ્ડ રાખશે અને કરચલી નહીં ઉદ્ભવવા દેવાશે નહીં.
ઓઈલી સ્ક્રીન માટેનો ફેસ માસ્ક : ૨-૩ ચમચી કોર્ન ફ્લોર, ૧ ચમચી ટોમેટો જ્યૂસ કે પલ્પ અને થોડા ટીપા ફૂદીનાનો રસ ભેગા કરી, આ મિશ્રણને ફ્રીઝમાં એકદમ ઠંડુ કરો. પછી ચહેરા પર લગાવો ૧૦ મિનિટ બાદ ચહેરો એકદમ ઠંડા પાણીથી ધોઈ નાંખો.
ડ્રાય અને એજિંગ સ્ક્રીન ધરાવનારે આ માસ્ક લગાવતા અગાઉ ચહેરા પર હુંફાળા ગરમ ગાયના ઘીનો મસાજ કરવો. તમને ચમત્કારિક પરિણામ જોવા મળશે.
No comments:
Post a Comment