Tuesday, 6 September 2011

પ્રાકૃતિક પદ્ધતિ ત્વચા નિખારે નેચરલી




સુંદર દેખાવા માટે યુવતીઓ બ્યુટી પાર્લરમાં જાય છે. જુદી- જુદી બ્યુટી ટ્રીટમેન્ટ પણ લે છે. નિષ્ણાતની સલાહ લઇને આહારમાં પરિવર્તન કરે છે અને સુંદરતાના માટે બહુ મોટી રકમ પણ ખર્ચે છે. ત્યારે આ સમયે આપણે ચંદન, કુવારપાઠું, ઓટમીલ જેવી અખુટ ગુણોથી ભરપુર પ્રાકૃતિક વનસ્પતિને ન ભુલવી જોઇએ.
એલોવેરાઃ ત્વચા સુકી અને નિષ્ચેતન થઈ ગઇ હોય તો એલોવેરાના રસથી ત્વચા ચેતનવંતી બની જાય છે, એલોવેરાનો સંપૂર્ણ લાભ લેવા એલોવેરા સાથે કોઇપણ રાસાયણિક તત્વ મેળવ્યા વગર તેને પલ્પમાં કંઇ મિક્સ કર્યા વગર તેને સીધું જ ચહેરા પર લગાવવો. વાળને મુલાયમ બનાવવા માટે વાળના મૂળમાંથી વાળના છેડા સુધી એલોવેરાના રસને લગાવો.
ચંદનઃ ચંદનના પાવડર સાથે લીંબુનો રસ મિક્સ કરી તે પેસ્ટ ચહેરા પર લગાવવાથી ચહેરાની ત્વચા  મુલાયમ  બને છે. ચંદન શીતળ હોવાથી ચંદનની  બળી ગયેલી ત્વચાને પણ રાહત આપે છે. લીંબુ અને  ચંદનનું મિશ્રણ ત્વચા માટે ગુણકારી માનવામાં આવે છે.
ઓલીવ ઓઇલઃ ચહેરા પર ઉઝરડા થઇ ગયા હોય ગયા હોય તેવી સ્થિતિમાં ઓલીવ ઓઇલ અકસીર ઉપાય છે. તેનું ઉતમ પરિણામ મેળવવા માટે તેને સીધું જ ત્વચા પર લગાવી શકાય છે. ખંજવાળની સમસ્યામાં પણ ઓલીવ ઓઇલ રાહત આપે છે. ઓલીવ ઓઇલની જગ્યાએ કોર્ડ લીવરનું તેલ અને વિટામીન નું તેલ પણ લગાવી શકાય છે. ચહેરા પર દાણા નીકળી આવતા હોય તે સ્થિતિમાં કેલ્શિયમવાળા પાણીમાં રૂમાલ ભીનો કરી હળવે હાથે તેને લગાવવાથી પણ આ સમસ્યામાં ઘણી રાહત મળે છે.
ઓટમીલ(જવ) બાથઃ. ઓટમીલ બાથથી માત્ર ચહેરાની નહિં, પરંતુ સમગ્ર શરીરની સુંદરતામાં વધારો થાય છે. જવના લોટને પાણીમાં મેળવીને નાહ્વાથી ત્વચા મુલાયમ બને છે અને શરીરને ઠંડકની અનુભૂતિ થાય છે. જેથી ઓટમીલ બાથ (જવના લોટથી સ્નાન  ) ગરમીના દિવસોમાં બહુ ફાયદાકારક રહે છે.  દાદર, ફોડલીઓ અને ત્વચા પર થઇ ગયેલા ઉઝરડા જવના સ્નાનથી દૂર થાય છે.
આમ કુદરતના ખોળે જતા, આપને એવી અનેક સૌદર્યવર્ધક  વનસ્પતિ મળશે કે, જેનાથી ત્વચાને નિખાર મળવાની સાથે ચામડીની નાની મોટી બીમારી પણ દૂર થશે. કુદરતી ઉપચારનો બીજો મોટો ફાયદો તે છે કે, તેની આડઅસર નથી હોતી. આ પ્રકારના ઔષધનો ઉપયોગ લાંબા ગાળે પણ પ્રભાવશાળી ફાયદો આપે  છે.

No comments:

Post a Comment