કેટલાક રોગ માત્ર મહિલાઓને જ થતા હોય છે, તે જ રીતે કેટલાક રોગ પુરુષોને થતા હોય છે. આવા જ કેટલાક રોગ અને તેમાં ઉપયોગી યોગને જાણીએ
અંડકોષના સોજાનો દુખાવો
ઈજા થવાથી અથવા વીર્યવાહિનીની નળીમાં અટકી જવાથી અંડકોષ સૂઝી જાય છે અને ત્યાં ક્યારેક ઓછો તો ક્યારેક બહુ દુખાવો થવા લાગે છે.
પ્રાકૃતિક ઉપચાર
૨થી૬ ગ્રામ ત્રિફળા ચૂર્ણ દિવસમાં એક-બે વાર ગૌમૂત્ર સાથે લેવું લાભદાયક છે.
* તમાકુનાં પાંદડાં પર થોડું તલનું તેલ લગાવી થોડું ગરમ કરી અંડકોષો પર બાંધવાથી બહુ લાભ થાય છે.
યૌગિક ઉપાય
* અતિ સહવાસથી બચો. આ રોગ કબજિયાતને કારણે પણ થાય છે. તેથી કબજિયાત દૂર થાય તેવાં આસન તથા ઉત્તાનપાદાસન, ધનુરાસન, ચક્રાસન, મત્સ્યાસન કરો.
* અંડકોષની વૃદ્ધિમાં ગોમુખાસન, શીર્ષાસન, સર્વાંગાસન,ગરુડાસન વગેરેનો અભ્યાસ કરો. નિયમિત અભ્યાસથી અંડકોષની વૃદ્ધિ અટકી જાય છે.
પૌરુષગ્રંથિમાં વૃદ્ધિનો દુખાવો
વૃદ્ધ પુરુષોની પ્રોસ્ટેટ ગ્રંથિ (પૌરુષ ગ્રંથિ) વધી જવાથી મૂત્ર અટકી જાય છે, મૂત્રાશય મૂત્રથી ભરાઈ જાય છે જેથી મૂત્રવેગ સમયે અસહ્ય દુખાવો થાય છે. રોગી વ્યાકૂળ થઈ તરફડવા માંડે છે.
પ્રાકૃતિક ઉપચાર
* શ્વેત પુનર્નવા સર્વાંગ તથા લીમડાનાં તાજાં પાંદડાંને સરખા પ્રમાણમાં લઈ એક મોટી કડાઈમાં નાખી તેમાં એટલું પાણી નાંખો કે પુનર્નવા, લીમડો વગેરે ડૂબી જાય. ખૂબ ઉકળી જાય ત્યારે તેની વરાળથી શિશ્નને દિવસમાં ૩-૪ વાર બેત્રણ દિવસ શેક આપો.
યૌગિક ઉપાય
* પૌરુષ ગ્રંથિ વધવાના દુખાવાથી પીડાતા રોગી સર્વાંગાસન, સૂર્ય નમસ્કાર, શીર્ષાસન, ગરુડાસન વગેરે યોગાસનોનો અભ્યાસ કરે તો વિશેષ લાભ થાય છે.
* અશ્વિની મુદ્રા, અગ્નિસાર ક્રિયા કરવી પણ લાભદાયક છે.
* કપાલભાતિ, અનુલોમ-વિલોમ, નાડીશોધન પ્રાણાયામનો અભ્યાસ કરવાથી ઘણી રાહત મળે છે. ર્હિનયા
* ર્હિનયાને બીજા શબ્દોમાં આંતરડું ઊતરી જવું પણ કહેવાય છે. આંતરડું અંડકોષોમાં અથવા તો વક્ષણ નાળમાં ઊતરી જવાથી કોઈક વાર ભયંકર દુખાવો અને બેચેની થવા માંડે છે. જ્યાં સુધી આંતરડું ઉપરના સ્થાને જતું નથી ત્યાં સુધી રોગીને અસહ્ય દુખાવો થયા કરે છે.
પ્રાકૃતિક ઉપચાર
* આંતરડાંનો વક્ષણ છિદ્ર અથવા જે છિદ્રથી પોતાના સ્થાનથી નીચે ખસ્યું હોય, તે જ માર્ગથી ઉપર પહોંચાડવાનો બને તેટલો પ્રયત્ન કરો. આંતરડું ઉપર ન જાય તો રોગીને ઉપવાસ કરાવો તથા થોડો એનિમા લેવો.
* દુખાવો દૂર કરવા માટે પેઈન કિલર (દર્દનાશક દવા) આપો. આંતરડું પાછું અંદર જતું રહે તો યોગ્ય આકારની ઘનિયલ ટ્રેસ (પોટી) બાંધો તથા તેનો પ્રયોગ સતત ચાલુ રાખો.
યૌગિક ઉપાય
* ગોમુખાસન, શીર્ષાસન, સર્વાંગાસન, નૌકાસન વગેરે આસન ર્હિનયા આંત્ર. (આંતરડાં)ની વૃદ્ધિમાં લાભ આપે છે અને ર્હિનયાને મૂળથી મટાડે છે.
અપરસનો રોગ
અપરસને અંગ્રેજીમાં પરોઈસીસ પણ કહેવાય છે. આ રોગ ઘણું કરીને કોણી, ઘૂંટણ, પીઠ, છાતી, જાંઘ વગેરે જગ્યાઓની ત્વચા પર ગુલાબી રંગના પિત્તના નાનાં નાનાં દાણારૂપે ઉત્પન્ન થાય છે. આ દાણામાં પરુ હોતું નથી. છતાં પણ આ બહુ હઠીલો રોગ છે અને વર્ષો સુધી રહે છે. ઘણી વાર તો આપમેળે જ દબાઈ જાય છે અને થોડા સમય પછી અથવા કોઈ ખાસ ઋતુમાં ફરીથી ઉપસી આવે છે.
* આ રોગ ખાસ કરીને ગઠિયો આમવાત, પરુવાળા ઝાડા, ટોન્સિલ અને ગર્ભાશય ગ્રીવામાં જીવાણુઓનું સંક્રમણ થવાથી અથવા ઘી, માખણ વગેરેનું વધુપડતું સેવન કરવાથી તથા દાંતના વિકાર પાયોરિયા વગેરે થવાને કારણે અને અજીર્ણ તથા ઉપદંશ વગેરે રોગને કારણે થાય છે.
* શરૂઆતમાં ત્વચા પર લાલ, ગુલાબી અથવા જાંબલી રંગના ઘણાં નાના નાના પરુ વગરના દાણા નીકળે છે જે પછીથી પરસ્પર ભેગા થઈ એક મોટું તામ્રવર્ણનું ચકામું બની જાય છે. પછીથી આ ધબ્બા આખા શરીરમાં ફેલાય છે. (જો ઉપચાર ન કરવામાં આવે તો)
પ્રાકૃતિક ઉપચાર
* અમલાસાર ગંધકને બારીક વાટી ૬થી ૮ ગણા વેસેલીનમાં મેળવી લગાવવાથી રાહત થાય છે.
યૌગિક ઉપાય
* આ રોગમાં યોગિક શુદ્ધિ ક્રિયાઓ જેમ કે કુંજલ, જલનેતિ તથા વસ્ત્ર દ્યૌતિનો દરરોજ અભ્યાસ કરો. શંખ પ્રક્ષાલન ક્રિયા પણ મહિનામાં એક વાર કરો.
* તાડાસન, ઉત્તાનપાદાસન, સુપ્ત પવનમુક્તાસન, સર્વાંગાસન, ચક્રાસન, હલાસન, ભુજંગાસન, ધનુરાસન, પશ્ચિમોત્તાનાસન ગોમુખાસન તથા અર્ધમત્સ્યેંદ્રાસનની સાથે સવારના સમયે સૂર્ય નમસ્કારનો અભ્યાસ પણ કરો.
* નાડીશોધન, શીતલી તથા સિત્કારી પ્રાણાયામનો અભ્યાસ કરો.
No comments:
Post a Comment