માણસનું મન અકળ છે અને ચંચળ પણ. એ ક્યારે કઈ તરફ ઝૂકશે એ કોઈ કહી શકતું નથી. અહીં માણસના બદલાતા જતા મન અને એને લીધે બદલાતા જતા સંબંધોમાંથી ઊભા થતાં સુખ-દુઃખની, સંતોષ-અસંતોષની કથા વિશેષ ટિપ્પણી વિના રજૂ કરું છું :
“વાત વાતમાં પણ આઠ હજારની વાત દિનેશ સાથે થઈ ન જાય એનું ધ્યાન રાખજે.” મહેન્દ્રે એની પત્ની સુધાને કહ્યું.
“કેમ?” સુધાએ પૂછયું, પરંતુ એ શબ્દ મનમાં ઊગ્યો અને હોઠ બહાર નીકળ્યો તે પહેલાં જ એનો પતિ શા માટે એમ કહેતો હતો, એનો એને ખ્યાલ આવી ગયો.
દિનેશ મહેન્દ્રનો મિત્ર હતો. એમની મૈત્રી બહુ જૂની હતી. અત્યારે દિનેશ બહાર ઓસરીમાં સૂતો હતો. હમણાં સુધી ઉધરસ ખાતો હતો. હવે ઊંઘી ગયો હોય એમ લાગતું હતું. ઘર બહુ મોટું નહોતું. મહેન્દ્ર અને સુધા, પતિ-પત્ની બંને સૂવાની તૈયારી કરી રહ્યાં હતાં. એમનો સાતેક વર્ષનો પુત્ર સમીર ઊંઘી ગયો હતો. રૂપિયા બાબતમાં મહેન્દ્ર સુધાને કશું કહેવા ઇચ્છતો નહોતો. પણ ગયા વખતે દિનેશ આવ્યો ત્યારે સુધાએ થોડી ગરબડ કરી નાખી હતી. એવું ન બને એટલા માટે જ મહેન્દ્રે ટકોર કરી દીધી. પણ સુધાએ તો સામે પ્રશ્ન કર્યો, “કેમ?” એટલે મહેન્દ્રને કહેવું જ પડયું, “તને જે વાતમાં ખબર ન પડતી હોય એમાં શા માટે તારે બોલવું જોઈએ?”
એ શબ્દોએ સુધાના મનને વધારે ઉશ્કેર્યું. દિનેશ સાથેનો મહેન્દ્રનો આખો વ્યવહાર એને યાદ આવી ગયો. દિનેશ બીમાર હતો. નજીકનું કોઈ સગું, વહાલું એને નહોતું અને દૂરનાં જે કોઈ હતાં એ વધારે દૂર ચાલ્યાં ગયાં હતાં. માત્ર મહેન્દ્રે જ દોસ્તી નિભાવી હતી. એ જ એનો સાચો સગો બની ગયો હતો.
સુધાને જૂના દિવસો યાદ આવી ગયા. એ વખતે મહેન્દ્ર બેકાર હતો. કામ શોધવા દોડાદોડી કરતો હતો. દરેક જગ્યાએ અથડાઈને, નિષ્ફળ થઈને પાછો ફરતો હતો. દિનેશ સિવાય એની નિષ્ફળતાની વાત સાંભળે એવું પણ કોઈ નહોતું. દિનેશ એને હિંમત આપતો અને પૈસા પણ આપતો. એ વખતે મહેન્દ્ર મુફલિસ હતો. દિનેશ સારી સ્થિતિમાં હતો. એક વાર ખરી કટોકટી આવી. મહેન્દ્રને એક એજન્સી મળે એવી શક્યતા ઊભી થઈ, પણ એ માટે સારી એવી રકમ ડિપોઝિટ તરીકે ભરવી પડે તેમ હતી. પણ પૈસા? પૈસા ક્યાં હતા? પણ દિનેશે કશું જ કહ્યા વિના એની જોગવાઈ કરી આપી. મહેન્દ્રને આશ્ચર્ય થયું. આટલી મોટી રકમ દિનેશ પાસે હશે એવી તો એણે કલ્પના પણ નહોતી કરી.
અને એની માન્યતા સાચી હતી. દિનેશે એ પૈસા પોતાનું મકાન વેચી નાંખીને ઊભા કર્યા હતા. એના બાપદાદાનું એ મકાન એને પિતા તરફથી વારસામાં મળ્યું હતું. મહેન્દ્રને જો એ વાત કરી હોત તો મહેન્દ્રે આનાકાની કરી હોત, પણ મહેન્દ્રની સ્થિતિ એ જાણતો હતો. કશાય હિચકિચાટ વિના મકાન એણે વેચી નાખ્યું હતું. મહેન્દ્રને ખબર પડી ત્યારે એ ગળગળો થઈ ગયો, “દિનેશ, આ તેં બરાબર ન કર્યું.”
“કેમ?”
અનુસંધાન પાના નં. ૪ પર
“મકાન તારા બાપદાદાનું હતું. એક યાદગીરી હતી.’’
‘કેવી વાત કરે છે? હું પોતે મુશ્કેલીમાં હોત તો યાદગીરી સાચવી રાખત?”
“એ વાત જુદી છે, પણ મારે ખાતર...”
“હું મુશ્કેલીમાં હોઉં તો તું મદદ ન કરે?”
મહેન્દ્રની આંખમાં આંસુ આવી ગયાં હતાં. “એવું ન બોલ, ઈશ્વર એવું ન કરે. તારે કોઈની મદદ લેવી પડે એવી સ્થિતિ...”
પણ એવી સ્થિતિ આવી હતી.
મહેન્દ્રને એજન્સી મળી ગઈ હતી. કામ મળી ગયું હતું. દિવસે દિવસે એમાં બરકત થવા માંડી હતી. પોતાનું ગામ છોડી એ બાજુના શહેરમાં રહેવા ગયો હતો. ધંધો વિકસ્યો હતો. નવા નવા સંબંધો વિકસવા માંડયા હતા અને દિનેશના કિસ્મતનું ચક્ર ઊલટું ફરવા લાગ્યું હતું. એણે લગ્ન કર્યાં હતાં પણ એની પત્ની બદચાલ નીકળી હતી. ઘરમાંથી ચોરી કરીને ભાગી ગઈ હતી. ધંધો ભાંગી પડયો હતો. તબિયત ભાંગી પડી હતી. નજીક હતાં એ બધાં દૂર ચાલ્યાં ગયાં હતા. એ મુફલિસ થઈ ગયો હતો. ભાંગેલી તબિયત વધુ ભાંગતી જતી હતી.
સુધા આ બધું જાણતી હતી. વીતેલા દિવસોની આખીય ફિલ્મ એના મનમાં અકબંધ સચવાઈ રહી હતી. એનાં ઘણાં દૃશ્યો અવારનવાર એની આંખો સામે દેખાઈ જતાં હતાં.
અને તેનો પતિ મહેન્દ્ર કહેતો કે જે વાતમાં ખબર ન પડે એમાં બોલવું નહીં.
કઈ વાતમાં એને ખબર પડતી નહોતી? મહેન્દ્રે હમણાં એના બે પૈસાદાર સંબંધીઓ પાસેથી રૂપિયા આઠ હજાર દિનેશની સારવાર માટે લીધા હતા. થોડા વખત પહેલાં પણ એણે એવા જ બીજા સંબંધીઓ પાસેથી અમુક પૈસા લીધા હતા. સુધાને એ ખબર હતી અને એ પણ ખબર હતી કે અમુક માણસો પાસે બીમાર માણસોને મદદ કરવા માટે કાયમી ફંડ રહેતું હતું. કેટલાક દર વર્ષે અમુક રકમ એવા કામ માટે જ જુદી કાઢતા હતા. ધંધામાં પડયા પછી મહેન્દ્રના સંબંધો એવી ઘણી વ્યક્તિઓ સાથે બંધાયા હતા અને એટલે તો એ દિનેશને મદદ કરી શકતો હતો.
પણ, મહેન્દ્ર એને આઠ હજાર રૂપિયા વિશે બોલવાની ના કહેતો હતો, કારણ કે....
કારણ કે મહેન્દ્ર જે રૂપિયા દિનેશની સારવારના બહાને લેતો હતો. એમાંથી અમુક રૂપિયા રાખી લેતો હતો. દિનેશને પૂરેપૂરા આપી દેતો નહોતો. જોકે સુધાને એની સાથે કશી જ નિસબત નહોતી. એ કામ મહેન્દ્રનું હતું અને એણે એનું કામ કેવી રીતે કરવું એ એની ઇચ્છાની વાત હતી.
પણ સુધાને એમાં ખબર પડતી નહોતી? કોણે કહ્યું કે ખબર પડતી નહોતી? મહેન્દ્રને એણે કહ્યું, “તમે કહેશો તો દિનેશભાઈને હું કોઈ વાત નહીં કરું, પણ મને કશી ખબર પડતી નથી, એમ ન માનશો.”
મહેન્દ્ર પત્ની સામે જોઈ રહ્યો, “એટલે? તને શું ખબર પડે છે?”
“આઠે આઠ હજાર રૂપિયા તમારે એમને આપી દેવા જોઈએ. એમના નામે અને ખાસ એમના માટે જ તમે લીધા છે.”
“મેં કેટલા, કોની પાસેથી કઈ રીતે લીધા છે તે મારે જોવાનું છે અને એની વ્યવસ્થા કઈ રીતે કરવી એ પણ મારે જોવાનું છે.”
“બરાબર છે. પણ દિનેશભાઈની બાબતમાં નહીં.”
“એ મારો મિત્ર છે.”
“હું પણ તમારી જ પત્ની છું અને મને આટલું કહેવાનો હક છે. અત્યારે એ બીમાર છે. બહુ બીમાર છે અને આપણને એમણે કેવી રીતે મદદ કરી છે?”
“સુધા, મહેરબાની કરીને તું આમાં માથું ન માર.”
“ગયા વખતે હું બોલી ગઈ હતી અને તમારે પાંચે પાંચ હજાર આપી દેવા પડયા હતા, એટલે જ તમે મને ના પાડો છોને?”
મહેન્દ્ર અકળાઈ ગયો. માંડ માંડ થૂંક ગળીને બોલ્યો, “એના માટે મને કેવી લાગણી છે એ તું જાણે? સગા ભાઈથી પણ વિશેષ.”
“હું જાણું છું. તમે એમના માટે ઘણું કર્યું છે અને ઘણું કરો છો. તમે મદદ કરી ન હોત તો કદાચ... બધું જ હું જાણું છું. પણ તમારી રીતભાત મને સમજાતી નથી. જે પૈસા તમે એમના નામે બીજા પાસેથી લો છો એ પૂરેપૂરા કેમ એમને આપી દેતા નથી?”
“એનો ખુલાસો મારે તને આપવાનો?” મહેન્દ્રનો અવાજ સહેજ ઊંચો થઈ ગયો. પણ તરત જ અવાજ દબાવીને બોલ્યો, “જે પૈસા હું લાવું છું એની વ્યવસ્થા હું કરું છું. એમાં કોઈને શું?”
“પણ હું ‘કોઈ’ નથી, અને દિનેશભાઈ પણ ‘કોઈ’ નથી.”
“મને લાગે છે કે આ વાત આપણે બંધ કરી દઈએ.”
“શરૂ તમે કરી છે.”
“એટલા માટે કે આ વાતમાં તારું ડહાપણ તું ડહોળીશ નહીં. મને મારી રીતે બધું કરવા દેજે.”
સુધા વળી બોલું બોલું થઈ ગઈ પણ બોલી નહીં. એકાએક એને સાંભરી આવ્યું કે દિનેશ બહાર સૂતો હતો. ઊંઘી ગયો હતો. પતિ-પત્નીની ગુસપુસ સાંભળી શકે તેમ નહોતો, પણ આ વાત હવે ન કરવી જોઈએ એમ એને લાગ્યું. મૂંગી મૂંગી એ દીકરા સમીર પાસે ગઈ. એનું ઓઢવાનું ખસી ગયું હતું. એ સરખું કર્યું અને કશું બોલ્યા વિના જ પથારીમાં જઈને સૂઈ ગઈ.
મહેન્દ્ર પણ સૂતો, પણ એનો અજંપો ચાલુ રહ્યો. પત્નીને સમજાવવા માટે હોય કે પછી પોતાના મનને સાફ કરવા માટે હોય, સુધા તરફ ફરીને એણે કહ્યું, “એક વાત સમજી લે, દિનેશ પાછળ આપણે આઠ હજાર ખર્ચીએ કે અઠ્ઠાવીસ હજાર, એનો રોગ મટે એવો નથી.”
સુધા આઘાતથી એના પતિ સામે જોઈ રહી. નાઈટ લેમ્પના ઝાંખા ઉજાસમાં પતિના ચહેરા પરના ભાવો ઉકેલવા એણે કોશિશ કરી. “એવો રોગ?”..... એ ગણીગણી.
“હા.એવો રોગ છે. અસાધ્ય છે. કોઈ રીતે એ મટે એમ નથી.”
“પણ એમના નામે લીધેલા પૈસા.”
“તું સમજતી કેમ નથી? મારે મારી મુશ્કેલીઓનો, મારા ધંધાનો, ઘરનો, સમીરનો બધાંનો વિચાર કરવાનો છે. મારો વહેવાર હું કેમ ચલાવું છું એ હું જ જાણું છું. અને એ પૈસા હું રાખી થોડો લેવાનો છું? હું તો માત્ર એ ક્યારે, કઈ રીતે વાપરવા...”
પણ આગળ એ બોલે તે પહેલાં જ બહાર સૂતેલા દિનેશને ઉધરસ ચડી અને ઉધરસનો અવાજ આવતાં જ સુધાએ અચાનક, અનાયાસ એનો હાથ દબાવ્યો અને વાત એણે અધૂરી છોડી દીધી.
દિનેશે ઠીકવાર સુધી ઉધરસ ખાધી. પછી એ જંપી ગયો.
* * *
બીજે દિવસે મહેન્દ્ર અને સુધા જાગ્યાં ત્યારે દિનેશ ચાલ્યો ગયો હતો. ગઈ કાલે તો હજુ મહેન્દ્રનો પત્ર વાંચીને અહીં આવ્યો હતો. રૂપિયા માટે જ આવ્યો હતો. હજુ એ એના જૂના ગામમાં જ રહેતો હતો. નાનું મોટું કામ કરતો હતો. મહેન્દ્ર ઘણી વાર એને શહેરમાં આવી જવાનું કહેતો હતો, પણ એ આવતો નહોતો. કદાચ મહેન્દ્ર ઉપર પોતાનો બધો બોજો નાખી દેવા ઇચ્છતો નહોતો. મહેન્દ્રે એને ખાસ પૈસા આપવા માટે અને કોઈક નિષ્ણાત ડોક્ટર પાસે સારવાર લેવાનું કહેવા માટે જ બોલાવ્યો હતો. પણ એ તો...
એક ક્ષણમાં, બંને પતિ-પત્નીને ખ્યાલ આવી ગયો કે એ અમસ્તો ક્યાંય બહાર ગયો નહોતો, પણ જે જૂની બેગ લઈને એ આવ્યો હતો એ લઈને, એમને છોડીને જ ચાલ્યો ગયો હતો. એક નાનકડી ચીઠ્ઠી પથારીમાં મૂકતો ગયો હતો.
“પ્રિય મહેન્દ્ર, આપણા ગામના ડોક્ટર શાહે મને કહ્યું છે કે મારો રોગ અસાધ્ય છે. નકામા પૈસા ખર્ચવાનો હવે કોઈ અર્થ નથી. આ વાત કહેવા જ હું અહીં આવ્યો હતો, પણ તારો ઉત્સાહ જોઈને એ કહેવાની હિંમત જ થઈ નહીં. આ કવરમાં થોડા રૂપિયા છે. મારે હવે એની જરૂર નથી. જરૂર જેટલા મારી પાસે રાખું છું. બાકીના સમીર માટે મૂકતો જાઉં છું.
મારે ખાતર તેં ઘણી મુશ્કેલીઓ વેઠી છે. તેનો બદલો હું કોઈ રીતે વાળી શકું તેમ નથી. હવે તને વધારે હેરાન કરવા ઇચ્છતો નથી. દૂર અજાણ્યા સ્થળે ચાલ્યો જાઉં છું. જ્યાં પણ હોઈશ ત્યાં છેલ્લા શ્વાસ સુધી તમને ત્રણેને યાદ કરતો રહીશ. ઈશ્વર જાણે હવે કેટલા શ્વાસ બાકી હશે!” - દિનેશ.
ચિઠ્ઠી વાંચતાં જ મહેન્દ્ર રડી પડયો, “એ ગયો!” ચિઠ્ઠી એણે સુધાના હાથમાં આપી.

No comments:
Post a Comment