Tuesday, 6 September 2011

ફ્રસ્ટ્રેશન અને ડિપ્રેશન થઇ જશે છુમંતર


જી હા, જો તમે જીવનભર ફ્રસ્ટ્રેશન અને ડિપ્રેશનથી દુર રહેવા માંગતા હોવ તો જ્યોતિષ અનુસાર તમારે ચંદ્રમાથી સંબંધિત ઉપાય કરવાં જોઇએ. કારણ કે જ્યોતિષ અનુસાર ચંદ્રમા મન નો કારક ગ્રહ માનવામાં આવે છે. ચંદ્રમાની સારી અને ખરાબ બન્ને અસર આપણા મન પર થાય છે. જો તમારી કુંડળીમાં પણ ચંદ્રમા અશુભ સ્થિતિમાં હોય તો તમારે માનસિક વિકારોનો સામનો કરવો પડી શકે છે. આમ તો જ્યોતિષમાં ચંદ્રમાથી સંબંધિત ઘણા ઉપાય આપવામાં આવ્યા છે. પરંતુ અહીં રોજિંદા જીવનથી સંબંધિત અમુક સરળ અને અચૂક ઉપાય આપવામાં આવ્યા છે.જેને કરવાથી તમે હંમેશા ફ્રસ્ટ્રેશન અને ડિપ્રેશનથી દુર રહો.


આ રહ્યા ઉપાય


- વ્યક્તિએ મોડી રાત સુધી જાગવું જોઇએ નહીં. રાતનાં સમયે ફરવા તથા યાત્રાને બને ત્યાં સુધી ટાળવી જોઇએ.

- રાતે એવી જગ્યા પર સુવુ જોઇએ કે જ્યાંથી ચંદ્રમાની રોશની સીધી તમારા પર આવે .

- આવા વ્યક્તિએ ઘરમાં દુષિત જળનો સંગ્રહ ના કરવો જોઇએ.

- વરસાદનું પાણી કાચની બોટલમાં ભરીને ઘરમાં રાખવી જોઇએ.

- આખા વર્ષમાં એક વાર કોઇ પવિત્ર નદી કે સરોવરમાં સ્નાન ચોક્સ કરવું જોઇએ.

- સોમવારનાં દિવસે મીઠું દુધ પીવું જોઇએ નહીં.

- સફેદ સુગંધિત ફૂલવાળા છોડને ઘરમાં લગાડીને તેમની સારસંભાળ રાખવી જોઇએ.

- પાણીનું દાન આપો.

- દુધ અને પાણીને મેળવીને નદીમાં વહાવો.

- રોજ પોતાની માનાં પગનો સ્પર્શ કરો અને પાણીથી ધુઓ.

No comments:

Post a Comment