Tuesday, 6 September 2011

થોડી ચણાની દાળ, દામ્પત્ય જીવનને સુગંધિત કરી દેશે


આજે પતિ-પત્ની વચ્ચે નાના- મોટા ઝઘડા થવા એ સામાન્ય વાત ગણાય છેપણ આવા ઝઘડા જ્યારે વરવું રૂપ લે ત્યારે પતિ-પત્ની બન્નેને માનસિક તણાવ વેઠવો પડે છે.આવાં માનસિક તણાવને કારણે પારિવારિક સ્થિતિની સાથે ઘરની આર્થિક સ્થિતિ પર પણ તેનો પ્રતિકૂળ પ્રભાવ પડે છે.આમ તો, કોઇપણ દંપતી વચ્ચેનાં ઝઘડાં એ પારસ્પપરિક સમજણથી ઉકેલી શકાય છે. પરંતુ જ્યોતિષ અનુસાર આ પ્રયાસોની સાથે અમુક જ્યોતિષિય ઉપાય પણ કરવાં જોઇએ.

લગ્ન અને વૈવાહિક જીવનમાં સુખ-દુ:ખને સૌથી વધારે ગુરૂ ગ્રહ પ્રભાવિત કરે છે.જો પતિ કે પત્ની બન્નેમાંથી જો કોઇ એક જણનો ગુરૂ ખરાબ સ્થિતિમાં હોય તો તેવાં લોકોનું વૈવાહિક જીવન તણાવ ભરેલું રહે છે. ગુરૂની સ્થિતિ સુધારવા માટે એક સચોટઉપાય પણ આપવામાં આવ્યો છે.દર ગુરૂવારે આ ઉપાય અપનાવો જેનાથી લગ્નજીવનમાં સુખ અને શાંતિ બની રહે તે સાથે દામ્પત્ય જીવનમાં મધુરતા પણ આવે.

ગુરૂવારનાં દિવસે કોઇ પણ ગરીબને ઘઉં કે ચણાની દાળ દાન કરવાથી કે કોઇ સૌભાગ્યવતી સ્ત્રીને ભોજન કરાવવાથી અથવાં તો કન્યાને ભોજન કરાવવાથી પતિ- પત્નીનાં વચ્ચે થતાં વિવાદ સમાપ્ત થાય છે.જો તમારા માટે આ ઉપાય કરવાં પણ સંભવ ના હોય તો શિવલિંગ પર ચણાની દાળ અર્પણ કરવાથી પણ લાભ થશે .આ ઉપાયોને અપનાવવાથી નિશ્ચિત જ પતિ- પત્ની વચ્ચેનો પ્રેમ વધશે અને પારસ્પરિક ઝઘડામાંથી છુટકારો મળશે અને તમારા દામ્પત્ય જીવનમાં તાજગી અને પ્રેમની એક નવી સુવાસ સાથે મહેકી ઉઠશે.

No comments:

Post a Comment