Sunday, 4 September 2011

ચહેરાની કરચલીઓ દૂર કરી વધતી ઉંમર અટકાવશે આ ફળ


 
-કેળાના ઉપોયગ જાણો, ચહેરાની કરચલીઓ દુર કરી આપની વધતી ઉંમર અટકાવે છે કેળું

બધા જ ફળોમાં કેળું એક એવું ફળ છે જે મોટાભાગના લોકોનું પસંદિદા ફળ છે. આ ફળ દરેક ન્યૂટ્રિશનની પણ પહેલી પસંદ છે. કેળું ન ફક્ત શરીરમાં આયરનની કમીને દુર કરે છે પણ તે સ્કિનને પણ ચમકાવે છે.

વિશેષજ્ઞોના જણાવ્યાં પ્રમાણે, કેળું ખાવાથી સ્કિનને જેટલી ફ્રેશનેસ મળે છે તેટલો જ ફાયદો તેની પેસ્ટ સ્કિન પર લગાવવાથી થાય છે.

બ્યૂટીશિયન નિક્કી બાવાએ જણાવ્યું હતું કે આમ તો ફ્રૂટ ફેશિયલ પેસ્ટ રેડીમેડ મળે જ છે પણ જે લોકો ફ્રેશન ફ્રૂટ ફેશિયલ કરાવવાનું પસંદ કરતે છે તેમના માટે પપૈયું અને કેળુ સૌથી વધુ ફાયદાકારક છે. કારણકે કેળાથી ચહેરાનો થાક દુર થાય છે અને ફ્રેશનેસ પણ આવે છે.

*ઘરમાં આ રીતે બનાવો પેસ્ટ

-કેળાની પેસ્ટ બનાવવાં એક પાકુ કેળુ લો અને તેમાં એક ચમચી મધ મેળવી લો. તેને મેશ કરી તેને ચહેરા અને ગરદન પર લગાવી દો અને 15 મીનિટ માટે રાખો. પછી ટિશ્યૂ પેપરથી સાફ કરી ચોખ્ખા પાણીથી થોઈ લો.

-કેળાના મેશમાં તમે 5-6 ટીપા ઓલિવ ઓઈલ મેળવીને આ પેસ્ટ અપલાય કરવાથી કરચલીઓ દૂર થાય છે

-પાકા કેળાના મેશમાં નારિયળનું તેળ મેળવીને હાથ અને સ્કિન પર લગાવો. તેનાથી હાથ પર કરચલીઓ નહીં પડે

No comments:

Post a Comment