દુનિયાની સૌથી સફળ સો મહિલાની ૨૦૧૧ની ફોર્બ્સની યાદીમાં ૮૮ ટકા મહિલા વિવાહિત હોવાની સાથે માતાની બેવડી ભૂમિકા ભજવે છે. તેમની સરેરાશ ઉંમર ૫૪ વર્ષ છે. આ સબળાઓને લગ્ન કે ઉંમરનો પડાવ સફળતા માટે બાધક નથી
સ્વતંત્ર મિજાજ ધરાવતી શિક્ષિત યુવતીઓ પણ મનના કોઈ ખૂણે માન્યતા ધરાવે છે કે કાર્રિકદીને સફળ બનાવવા પતિ, બાળકો, ઘરસંસાર વિઘ્નરૂપ બને છે, પરંતુ કાર્રિકદી ક્ષેત્રે વિશ્વની સો શક્તિશાલી મહિલાઓ આ માન્યતાને પાયાવિહોણી સાબિત કરી છે. ફોર્બ્સની વિશ્વની સો સફળ સ્ત્રીઓની યાદીમાંથી ટોપ ટેનમાં પ્રથમ ક્રમે જર્મનની ચાન્સેલર એન્જેલા મેર્કલ અને નવમું સ્થાન મેળવેલ આઇએમએફની પ્રમુખ ક્રિસ્ટીન લગાર્ડ એમ બે મહિલા જ અપરિણીત છે. અન્ય આઠ મહિલા પરિણીત હોવાની સાથે માતા પણ છે.
હિલેરી ક્લિન્ટન (બીજા ક્રમે)
હિલેરી ક્લિન્ટન બિલ ક્લિન્ટનની પત્ની અને ચેલ્સીની માતા છે. અંગતજીવન સાથે તે યુ એસ ગવર્મેન્ટના વિદેશમંત્રીપદું પણ બખૂબી સંભાળવા સંભાળે છે. તેમના કાર્યકાળમાં વિકલિન્સ અને મધ્ય પૂર્વ ક્રાન્તિના પ્રકરણમાં તેમની કાર્યકુશળતાનો પરિચય આપ્યો છે. ૧૯૭૮માં લિગલ ર્સિવસ કોર્પોરેશનનાં પ્રથમ મહિલા બન્યાં તો ૧૯૭૭માં આરકાન્સાસ એડવોકેટ્સ ફોર ચિલ્ડ્રન અને ફેમિલીનાં સહસ્થાપક છે. ૨૦૦૧માં યુનાઇટેડ સ્ટેટસનાં પ્રથમ મહિલા સેનેટર બન્યાં.
ડિલ્મા રૂસેફઃ (ત્રીજા સ્થાને)
બ્રાઝીલનાં પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હોવાની સાથે તેઓ પરીણિત પણ છે. લોકસેવાના ઉત્તમ કાર્યો થકી ડેમોક્રેટિક પાર્ટીમાં જોડાઇને રાજકારણના દાવપેચ વચ્ચે તેમણે રાષ્ટ્પતિનું પદ હાંસલ કર્યું છે.
ઇન્દ્રા નૂયી (ચોથા સ્થાને)
પેપ્સીની સીઇઓ હોવાની સાથે ઇન્દ્રા રાજ કે.નૂયીની પત્ની છે અને તેમને બે બાળકો પણ છે. તે ૬૦ અરબ ડોલરના ખાદ્ય અને પીણાંના સામ્રાજ્યની સાથે ઘરસંસારની જવાબદારી પણ સુપેરે સંભાળે છે. કોર્પોરેટ ક્ષેત્રે નોંધનીય યોગદાન બદલ તેમને ફોર્ચ્યુન મેગેઝિને પાવરફુલ બિઝનેસ વુમનનું બિરૂદ આપ્યું છે.
શેરિકા શૈડબર્ગ (પાંચમા સ્થાને)
શેરિકા શૈડબર્ગ ફેસબુકની સીઇઓ અને બૈનક્રાફની પત્ની છે. પરણ્યા બાદ પણ શેરિકાએ પ્રતિભાને ઝાંખી થવા નથી દીધી. સોશિયલ નેટર્વિંકગ સાઇટને આઇપીઓ એટલે કે સાર્વજનિક નિગમ બનાવવાનું શ્રેય તેમને જાય છે.
મેલિન્ડા ગેટસ (છઠ્ઠું સ્થાને)
મેલિન્ડા ગેટસ બિલ ગેટસની પત્ની છે અને તેમને ત્રણ બાળકો છે. તે ચેરિટી ઓર્ગેનાઇઝન બિલ એન્ડ મેલિન્ડાની કો ફાઉન્ડર અને માઇક્રોસોફ્ટ પ્રોડક્ટસની મેનેજર છે.
સોનિયા ગાંધી (સાતમા સ્થાને)
ભારતના પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની પત્ની અને પ્રિયંકા અને રાહુલની માતા છે. પતિના મૃત્યુ બાદ રાજકારણમાં પ્રવેશ મેળવીને ૬૪ વર્ષીય સોનિયા આજે કોંગ્રેસની અધ્યક્ષા છે. સોનિયા ગાંધી દેશ માટે રાજમાતા અને બાળકો માટે સફળ માતા છે.
મિશેલ ઓબામા (આઠમા સ્થાને)
મિશેલ યુકેના પ્રમુ બરાક ઓબામાની પત્ની અને બે પુત્રીની માતા છે. તે એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ઓફ પબ્લિક એલન શિકાગો રહી ચૂકી છે. તેમની નોંધપાત્ર સેવાને લીધે લંડનના મેડમ તુસાદ મ્યુઝિયમમાં તેમની પ્રતિમા સ્થાપિત છે.
એરિન રોઝનફેલ્ડ (દસમા સ્થાને)
એરિન પરિણીત હોવાની સાથે બે સંતાનની માતા છે. તેમણે કાર્રિકદીની એક નાનકડી એડવર્ટાઇઝિંગ કંપનીથી કરી હતી. ત્યારબાદ તે યુએસના ફૂડસ રિસર્ચ ડિપાર્ટમેન્ટમાં જોડાયાં અને હાલમાં ક્રાફટ્સ ફૂડસનાં સીઇઓ છે.
ફોર્બ્સની યાદી પરથી એ સ્પષ્ટ છે કે જો તમારામાં પ્રતિભા હોય તો પ્રગતિના પથ પર કોઇ પૂર્ણવિરામ નથી હોતું.
No comments:
Post a Comment