બહુ ગાજેલી ફિલ્મ મર્ડર- ટુમાં લોકોને ભલે શ્રીલંકન સુંદરી જેકલીન ફર્નાન્ડિસ એક્ટિંગના નામે મીડું લાગી હોય, પરંતુ તેના ગોરા ચીટ્ટા ચમકદાર પગ જોઈને યુવકો તો ઠીક યુવતીઓના મોંમાથી પણ આહ સરી જતી હતી, સ્વાભાવિક રીતે જ માનુનીઓને દીપિકા, બિપાશા, શિલ્પા શેટ્ટીના ટોન્ડ થયેલા પગ ખૂબ આકર્ષક લાગે છે. આકર્ષક અને ચોખ્ખા પગ દરેકને આકર્ષે છે વળી જોવામાં પગમાં સરસ રીતે પહેરાયેલી પાયલ કે ઝાંઝપર રૂમઝુમ કરતી હોય તો તો પછી ગોરીની અદાનું કહેવું જ શું? સ્વાભાવિકપણે જ યુવતીઓ પગની કાળજી પ્રત્યે બેદરકાર જોવા મળે ત્યારે આનાથી વિપરિત દ્રશ્ય જોવા મળે છે. માટે જો સ્વાસ્થ્ય ને સુંદરતાનો સુભગ સમનવ્ય કરવો હોય તો પગની કાળજી લેવાની અત્યારથી જ શરૂ કરી દો. સ્ત્રીઓ ચહેરાની સુંદરતા પર જેટલું ધ્યાન આપે છે તેનું વીસ ટકા ધ્યાન પણ જો પગની સંભાળ પાછળ આપતી હોય તો પગની રોનક જ બદલાઈ જાય. સર્વાંગસપૂર્ણ સુંદરતા પણ ત્યારે જ મળશે ને કે જ્યારે તમે નખશીખ સૌંદર્યને જાળવ્યું હશે.
પગની સુંદરતા ત્યારે બે ગણી થઈ જાય છે જ્યારે પગ પરની રુવાંટી વેક્સથી હટાવી દેવામાં આવે. વેક્સ કરતી વખતે ધ્યાન રાખો કે તમને તેનાથઈ રેશિઝ તો નથી પડી જતા ને? એ ઉપરાંત વેક્સ કરવા માટે જે વેક્સ વાપરવામાં આવે છે તેની એક્સપાયચી ડેટ પણ જોઈ લેવી. તમે જાતે વેક્સ લાવતા હો કે બનાવતા હો તો પૂરતી કાળજી સાથે ખરીદવું અથવા તો બનાવવું.
વધારે ગરમ વેક્સ લગાવવાનું ટાળવું તેનાથી ત્વચા ખરાબ થઈ જવાની પૂરી શક્યતા છે. વેક્સ કરતાં પહેલા પગને પાણીથી ધોઈ લેવા જ રૂરી છે
પગની રુવાંટી સાફ કરવા માટે લેડીઝ માટે જ આવતા શેવિંગ ક્રીમને પસંદ કરો. જોકે તમને જાણીને નવાઇ લાગશે કે લેડીઝ તથા જેન્ટ્સ શેવિંગ ક્રીમ એકસરખી જ હોય છે.કોરી ત્વચા પર શેવ ક રવાને બદલે પગને પાણીથી પલાળ્યા બાદ શેવિંગ કરવું, કોરી ત્વચા પર શેવ કરવાથી પગ ખરબચડા લાગે છે.
પગની છૂંટીની તથા તળિયામાં પાનીની ચામડી ખૂબ કડક હોય છે ક્યારેક તો તેની પર પોપડા બાજી જતા હોય છે. આમ ન થાય તે માટે નિયમિત સમયે પેડિક્યોર કરાવવાનું રાખો. તેના કારણે આંગળીઓ તથા પગની ત્વચાને મસાજ મળે છે. તમે નિયમિત પેડિક્યોર ન કરાવી શકતા હો તો થોડા થોડા દિવસે પગને ગરમ પાણીમાં બોળીને બેસો. પછી કઠણ બ્રશ અથવા તો પ્યુમિક સ્ટોન લઇને પગના તળિયે ખાસ કરીને એડી પર ઘસો. પગ બોળવા માટે જે ગરમ પાણી કરો તે ગરમ પાણીમાં થોડુંક ડેટોલ નાખવું, અડધું લીબું નિચોવવું તથા મીઠું નાખવું. પંદરેક મિનિટ હૂંફાળા પાણીમાં પગ બોળી રાખ્યા બાદ તેને સરસ રીતે કોરા કરીને મોઇશ્ચોરાઇઝર લગાવી દેવું. આટલું પણ નિયમિત રીતે કરશો તો તમારા પગની ત્વચા તથા આંગળીઓ સ્વચ્છ થઈ જશે અને તેમાં નરમાશ આવી જશે.
પગની આંગળીઓ પર સતત નેલપોલિશ લગાવેલી ન રાખવી, નહિતર નખ પીળા પડી જશે.
સામાન્ય રીતે પગ વેક્સ કર્યા બાદ ચોખ્ખા થઈ જતા હોય છે, પરંતુ ઘૂંટણ પરની જામી ગયેલી કાળાશ દૂર કરવા ઘણી જહેમત ઉઠાવવી પડે છે.
પગ પરની કાળાશ દૂર કરવા લીબુંની છાલ નિયમિતપણે ઘસશો તો પણ પગની ત્વચા પરની કાળાશ દૂર થશે અને ત્વચા ચમકીલી થઈ જશે.
પગ પરની નેલપોલિશ હંમેશાં એકસરખી રાખો. અડધા નખની નેલપોલિશ ઉખડી ગઇ હોય અને અડધામાં નેલપોલિશ હોય તે ખૂબ ખરાબ લાગે છે. નેલપોલિશ હાથ કરો કે પગે આ બાબત યાદ રાખવી ખૂબ જરૂરી છે. પગની સુંદરતાની સાથે સાથે તે ટોન્ડ થયેલા લાગે તે માટે ચાલવું, દોરડા કૂદવા જેવી સરળ કસરતો કરવી પણ જરૂરી છે. હળવી કસરતને કારણે પગ પર ચરબી નહીં જામે અને પગ સરસ લાગશે.
No comments:
Post a Comment