Tuesday, 6 September 2011

સુંવાળી કાયા માટે ઇલેક્ટ્રોલિસીસનું નજરાણું




અણગમતા વાળને નાબૂદ કરવાની આ પદ્ધતિની જો બ્યુટિશિયન કે ટેક્નિશિયનમાં આવડત સારી હોય તો પંદર મિનિટમાં ૭૦થી ૧૦૦ વાળ હટાવી શકાય છે. કેટલાક કેસમાં એક જ ટ્રીટમેન્ટ પૂરતી હોતી નથી. જાડા અને જેનાં મૂળ બહુ પાક્કાં ન હોય તેવા વાળ માટે થર્મોલિસીસ કે ઇલેક્ટ્રોલિસીસ જેવી બીજી કોઈ ઉત્તમ રીત નથી
કુદરતી આવરણરૂપ રુવાંટી હાથની હથેળી અને પગની એડી -  તળિયાં સિવાય આપણા આખા શરીરે હોય છે. બગલ, પેટ અને જાંઘના મૂળમાં તેનું પ્રમાણ વધારે હોય છે. કેટલાક લોકોને શરીર પર રુવાંટી ખૂબ જ વધારે હોય છે તો કેટલાક લોકોને રુંવાટીનો ગ્રોથ વારસાગત પણ હોઈ શકે છે. તરુણાવસ્થામાં, પ્રસૂતિમાં કે મેનોપોઝની સમસ્યાના કારણે હોર્મોન્સમાં અસંતુલન થવાથી પણ શરીર પર રુવાંટી વધી ઘટી શકે છે. મૂત્રપિંડ પાસેની એડ્રિનલ ગ્રંથિમાં બનતા વધારાના પુરુષજનન હોર્મોન્સ એન્ડ્રોજન કુણ કરે છે. તે વધારે માત્રામાં ઉત્પન્ન થતા અથવા ઓવરીઝ યોગ્ય કાર્યરત ન થતાં, સ્ત્રીઓમાં ઉત્પન્ન થતા એસ્ટ્રોજન હોર્મોન્સ ઘટી જતા આ સમસ્યા ઉત્પન્ન થતી હોય છે.
સ્ત્રીઓને ચહેરા પર રુવાંટી હોવી સામાન્ય બાબત છે. ખાસ કરીને હોઠની ઉપરના ભાગે, નીપલની ફરતે, પીઠના નીચેના ભાગે, છાતી પર કે પેટ પર વગેરે વગેરે, પણ કેટલીક સ્ત્રીઓના શરીર પર વધુપડતી ઘાટી રુવાંટી હોય છે જે તેની મર્દાનગીની નિશાની તો નથી જ. હોર્મોન્સમાં અસંતુલનના કારણે અંગ પર આવી ઘાટી રુવાંટી હોવાથી સ્ત્રીઓ માટે ર્શિંમદગી અને સૌંદર્યની મોટી સમસ્યા બની જાય છે. જોકે સદ્ભાગ્યે હવે વણગમતી રવાંટીને દૂર કરવા માટે ઘણી આધુનિક પદ્ધતિઓ છે. અલબત્ત, વ્યક્તિગત પસંદગી, વાળના પ્રકાર, પરિસ્થિતિ અને કિંમત પર પણ ટ્રીટમેન્ટ કરાવવાનો આધાર હોય છે.
આ લેખમાં સામાન્ય રીતે આખા વિશ્વનાં સલૂન અને બ્યુટી પાર્લરમાં અણગમતા વાળ દૂર કરવા માટે પ્રચલિત અને ઉપયોગી પદ્ધતિઓ વિશે ચર્ચા કરવામાં આવી છે. સલૂન અને બ્યુટી પાર્લરમાં થર્મોલિસીસ, ઇલેક્ટ્રોલિસીસ, વેક્સિંગ, બ્લિચિંગ જેવી સર્વસામાન્ય પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં તે દરેક પદ્ધતિની વિસ્તારથી જાણકારી આપવામાં આવી છે.
થર્મોલિસીસ કે ઇલેક્ટ્રોલિસીસ એ કાયમીપણે અણગમતા વાળ દૂર કરવા માટેની પદ્ધતિ છે. આ પદ્ધતિમાં જ્યાંથી વાળ ઊગે છે એ વાળની કોશિકાનાં મૂળ કે છિદ્રમાં સોય નાખવામાં આવે છે. ઇલેક્ટ્રિક કરંટ તેમાંથી પસાર કરવામાં આવે છે. વાળની કોશિકા દ્વારા ઇલેક્ટ્રિક કરંટ પસાર કરીને લોહીની રગને બાળી નાખવામાં આવે છે જેથી ફરી વખત ત્યાં વાળ ઊગે નહીં. અણગમતા વાળને નાબૂદ કરવાની આ પદ્ધતિની જો બ્યુટિશિયન કે ટેક્નિશિયનમાં આવડત સારી હોય તો પંદર મિનિટમાં ૭૦થી ૧૦૦ વાળ હટાવી શકાય છે. કેટલાક કેસમાં એક જ ટ્રીટમેન્ટ પૂરતી હોતી નથી. જાડા અને જેનાં મૂળ બહુ પાક્કાં ન હોય તેવા વાળ માટે થર્મોલિસીસ કે ઇલેક્ટ્રોલિસીસ જેવી બીજી કોઈ ઉત્તમ રીત નથી અને તેનો ઝડપી નિકાલ આવે છે, પણ ઘાટ્ટા, જડ અને જાડા બરછટ વાળને કાયમી દૂર કરવા માટે આ પદ્ધતિ વધુ સમય લે છે. કેટલાક લોકો આ ટ્રીટમેન્ટ દરમિયાન પ્લકિંગ (વાળને ખેંચી નાખવું) કરીને મોટી ભૂલ કરે છે. ક્યારેક ભારપૂર્વક ખોટી રીતે ખેંચતાણ કરવાથી મૂળિયાંને અને વાળને નુક્સાન થાય છે અને તે જગ્યાએ જેમતેમ વાળ ઊગે છે. આ ટ્રીટમેન્ટ દરમિયાન બ્લિચિંગ, ચામડીની નજીકથી વાળનાં મૂળિયાંને નુક્સાન થાય એમ નાની કાતરથી કાપી નાંખવા કે તે દેખાય નહીં તેમ છુપાવવા જોઈએ. થર્મોલિસીસ કે ઇલેક્ટ્રોલિસીસ પદ્ધતિ ક્યારેક માફક ન આવે અથવા પીડાદાયક સાબિત થાય છે. જોકે એ જે તે વ્યક્તિની વેદના સહન કરવાની શક્તિ પર આધાર રાખે છે. મોટે ભાગે આ ટ્રીટમેન્ટ સહ્ય અને ફાયદાકારક સાબિત થાય છે. થર્મોલિસીસ કે ઇલેક્ટ્રોલિસીસ ટ્રીટમેન્ટ કરાવતી વખતે અગત્યની વાત ધ્યાન રાખવી જોઈએ કે જેની પાસે તમે આ ટ્રીટમેન્ટ કરાવી રહ્યા છો એ ઇલેક્ટ્રોલિસિસ્ટ બહોળા અનુભવી, યોગ્યતા ધરાવતા અને આ ક્ષેત્રે માન્ય વ્યાવસાયિક હોવા આવશ્યક છે. કોઈ કૌશલ્ય ન ધરાવતા ઇલેક્ટ્રોલિસિસ્ટની પાસે ટ્રીટમેન્ટ લેવાથી નુકસાન થઈ શકે છે.
બિનજરૂરી વાળને દૂર કરવા માટેની બીજી પદ્ધતિઓ જેવી કે હેર રિમૂવિંગ ક્રીમનો ઉપયોગ, વેક્સિંગ, શેવિંગ જેવી પદ્ધતિઓ વિશે ઝીણવટપૂર્વક માહિતી આપીશ.  હવે પછીના લેખમાં આ વિશેની વિસ્તૃત માહિતને આવરી લેવામાં આવશે એટલે જેના ઉપયોગ થકી યુવતીઓ પોતાની ત્વચાને કંઈ પદ્ધતિ અનુકૂળ આવશે? તેનાથી માહિતગાર થઈને ત્વચાને અનુરૂપ રીતનો ઉપયોગ કરી શકશે. આ પદ્ધતિઓ વિશેની ચર્ચા સાથે સાથે ક્યારે કઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય તે જાણકારી પણ આપીશ.

No comments:

Post a Comment