- સૂર્ય મંત્રનું સ્મરણ તનની સાથે મનને શાંત અને સ્વસ્થ્ય રાખવામાં ખૂબ જ શુભ અને મંગળકારી માનવામાં આવે
મન અને તનની દશા એકબીજાને પ્રભાવિત કરે છે. મન ખરાબ હોય તો તનથી કરવામાં આવતા કામ અને વ્યવહાયમાં નકારાત્મક ફેરફાર આવે છે. તો સ્વાસ્થ્ય બગડવાથી તન નબળુ થઈ જાય છે તો મન મુરઝાઈ જાય છે. વધુ સમય સુધી તન અને મનની ખરાબ સ્થિતિ ધનની સમસ્યા પણ પૈદા પણ કરી શકે છે.
શાસ્ત્રો પ્રમાણે મન, તન અને ધનની આ સમસ્યાની પાછળ સ્વભાવની કઠોરતા પણ છે. જેમાં વ્યક્તિ અસહનશીલ, વાણીથી કઠોર અને ક્રોધી બની જાય છે. શાસ્ત્રોમાં તેને તમોગુણીની શ્રેણીમાં રાખવામાં આવે છે અને વ્યાવહારિક જીવનમાં મિજાજને ગરમ કહેવામાં આવે છે. પરંતુ આ દોષ સફળતામાં અડચણ બનીને ઊભો રહે છે.
જો તમે કે તમારા પરિજન, મિત્ર કે નજીકના લોકો આ દોષથી ગ્રસ્ત હોય તો શાસ્ત્રોમાં રવિવારના દિવસે વિશેષ સૂર્ય મંત્રનું સ્મરણ તનની સાથે મનને શાંત અને સ્વસ્થ્ય રાખવામાં ખૂબ જ શુભ અને મંગળકારી માનવામાં આવે છે.
-રવિવારના રોજ સૂર્યોદય પહેલા ઊઠીને સ્નાન કર્યા બાદ સ્વસ્છ વસ્ત્ર ધારણ તાંબાના કળશમાં ચંદન, ફૂલ નાખી સૂર્યદેવનો ऊँ खखोल्काय नम: આ સરળ મંત્રનો બોલીને અર્ધ્ય આપો.
-અર્ધ્ય બાદ ઘર કે નવગ્રહ મંદિરમાં ભગવાન સૂર્યદેવની મૂર્તિને ગંગાજળથી સ્નાન કરાવ્યા પછી પંચોપચાર પૂજા લાલ ચંદન, અક્ષત, લાલ ફૂલ જેવા કમળ વગેરે અર્પિત કરો અને લાડુનો ભોગ લગાવો.
-પૂજા પછી કુશનું આસન પાથરી પૂર્વ દિશા તરફ મુખ કરી નીચે લખેલ સૂર્ય મંત્રનું સમ્રણ માનસિક શાંતિ અને સફળતાની કામનાથી ઓછામાં ઓછા 108 વાર કરો.
हंस हंस कृपालुस्त्वमगतीनां गतिर्भव।
संसारार्णवमग्रानां त्राता भव दिवाकर।।
અથવા
हिताय सर्वभूतानां शिवाययार्तिहराय च।
नम: पद्मप्रबोधाय नमो वेदादिमूर्तये।।
-અંતે ભગવાન સૂર્ય દેવ ધૂપ, દીપ આરતી કરો અને પૂજા, મંત્ર જાપ અને આરતીમાં થયેલી ત્રુટિની ક્ષમા માગી શુભ કામનાઓ કરો.
No comments:
Post a Comment