Monday, 12 September 2011

બધું જ પોઝિટિવ થવા લાગશે,માત્ર આ સરળ ઉપાયથી


ઘર-પરિવારનાં સભ્યોમાં અને ઘરમાં રહેલી નકારાત્મકતાને કારણે ઘરમાં તણાવ અને કલેશ થાય છે. - ગૌમુત્રએ અતિ પવિત્ર વસ્તુ હોવાની સાથે નકારાત્મક ઊર્જાને સકારાત્મકતામાં ફેરવી દે છે.
જો તમે જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓથી ત્રસ્ત હોય, તમારાં ઘર-પરિવારનાં દરેક સભ્યો કોઇને કોઇ કારણસર માનસિક તણાવ અને કલેશ વેઠી રહ્યાં હોય તો આમાંથી છુટકારો મેળવવા અનેક ઉપાયો આપણાં શાસ્ત્રોમાં આપ્યા છે.

ઘર-પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે વિદ્વાનો અને જ્યોતિષિઓને ગૌમુત્રનો છંટકાવ કરવાનો અચુક ઉપાય આપવામાં આવ્યો છે.

આપણાં વડલાઓનાં સમયથી ગૌમુત્ર છાંટવાની પરંપરા ચાલી રહી છે. શાસ્ત્રો અનુસાર ગાયને પૂજનીય અને પવિત્ર અને માતા માનવામાં આવે છે અને આ જ કારણથી ગાયને મળનારી દરેક વસ્તુઓ પવિત્ર માનવામાં આવે છે.

જો તમારી કુંડળીમાં પણ ગ્રહદોષ હોય અને તમારા ઘરમાં પણ કોઇ વાસ્તુદોષ હોય અને તેનાં કારણે જો તમે મુશ્કેલીઓ અનુભવી રહ્યા હોય તો દરેક સોમવારે અને શુક્રવારે આખાં ઘરમાં થોડું ગૌમુત્ર છાંટવાથી ઘણાં પ્રકારનાં ગ્રહદોષ દુર થાય છે અને ઘરમાં સકારાત્મકતા ફેલાય છે.

No comments:

Post a Comment