સ્વાસ્થ્ય સાથે જોડાયેલી એક નવી મોબાઇલ વીડિયો ગેમ રમીને તમે સ્વસ્થ આહાર પસંદ કરવાની પદ્ધતિ શીખી શકો છો. આ ગેમને ‘ઓર્ડરઅપ’ નામ આપવામાં આવ્યું છે. આ ગેમ રમનાર એક રેસ્ટોરન્ટમાં ભોજન પીરસવાની ભૂમિકા અદા કરે છે.
ગેમ દરમિયાન તેને પોતાના ગ્રાહકો માટે ઝડપથી સ્વસ્થ આહારનું મેન્યુ તૈયાર કરવું પડે છે. ગેમની શરૂઆત એક હજાર હેલ્થ પોઇન્ટ્સની સાથે થાય છે. જો ખેલાડી પોતાના કસ્ટમર માટે અનહેલ્થી ભોજન પસંદ કરે છે તો, તેના પોઇન્ટ્સ ઓછા થવા લાગે છે.
જો ભોજનની પસંદગી કરવામાં તમે વધુ સમય લેશો તો ગેમમાં કસ્ટમર ગુસ્સે થઇને પાછો જતો રહેશે ત્યારે પણ તમારા નંબર કપાશે.
No comments:
Post a Comment