કેરી વિશેની માન્યતાઓ
ભારતમાં ૪,૦૦૦ વર્ષ પહેલાંથી કેરી ઊગાડવામાં આવે છે. કેરીમાં આવતું કીનોલીજા કમ્પાઉન્ડ તેને એન્ટિઓકસીડન્ટ બનાવે છે. કેન્સર સામે પ્રતિકારકરૂપે કામ કરે છે. કેરીમાં આયર્ન પુષ્કળ પ્રમાણમાં છે. તે સગભૉ તેમ જ લોહીની ઉણપ (એનિમિયા) ધરાવતા લોકો માટે ઘણી ઉપયોગી છે.
તેમાં આવેલા રેસાના લીધે કબજિયાત જેવા રોગ દૂર થાય છે. તેમાં આવેલું બીટાકેરોટીન આંખની જયોતિ વધારે છે, વિટામિન ઇ હાર્ટના રોગોના પ્રતિકાર માટે ઉપયોગી છે. કેરી સ્વાદિષ્ટ તો છે જ. ઉપરાંત તેમાં રહેલા વિટામિન, મિનરલ્સ ઘણા ઉપયોગી છે. તેમાં પપૈયા જેવો પદાર્થ પેપેઇન રહેલો છે જે પાચનમાં ખૂબ ઉપયોગી છે. આ પેપેઇનને કારણે તેમાં મેળવવામાં આવતી વસ્તુઓ પોચી બને છે.
માટે જ તેના અથાણા અને તેમાંથી બનતો આમચૂર પાઉડર નાખવાથી વાનગી સ્વાદિષ્ટ અને પાચક બને છે. કેરી લીલી હોય ત્યારે તેમાં વિટામિન સી વધુ હોય છે. જ્યારે તે પાકે છે ત્યારે તેમાં વિટામિન ‘સી’ બીટાકેરોટીન વધે છે. રોજ એક કેરી ખાવામાં આવે તો કબજિયાત, પાઇલ્સ તેમ જ કોલોજનને લગતા રોગ દૂર થાય છે. એક મીડિયમ સાઇઝની કેરીમાંથી રોજની ફાઇબરની જરૂરિયાતના ૪૦ ટકા ફાઇબર્સ મળી શકે છે.
કેરીના રસ વિશે માન્યતાઓ
કેરીના રસથી વજન વધે છે.
કેરીનો રસ કાઢવામાં આવે ત્યારે તેમાં આવતા ફાઇબર્સને ગાળી લેવામાં આવે છે માટે તેના ગુણ ઓછા થાય છે. રસને સ્વાદિષ્ટ બનાવવા ઘણી વાર તેમાં ખાંડ નાંખવામાં આવે છે જે તેની કુલ કેલરીને વધારે છે. રસ એક જ વાટકી લેવામાં આવે તો તે વજન વધારતો નથી પરંતુ જો વધુ પડતો લેવામાં આવે તો વજન વધી શકે છે. તેનાથી એસિડિટી થાય છે
જો કેરીના રસને દૂધ સાથે લેવામાં આવે તો એસિડિટી થઇ શકે છે, પરંતુ એક કેરી સવારે કે બપોરે લેવાથી એસિડિટી થતી નથી.
તેમાં આવેલી ખાંડને કારણે વજન વધે છે
કેરીમાં આવેલી ખાંડ કોમ્લેકસ સુગર છે. તેનાથી વજન વધતું નથી, પરંતુ જો રસ ખાટો લાગે અને તેમાં ખાંડ ઉમેરવામાં આવે તો વજન વધે છે. જો કેરીનો આઇસક્રીમ રોજ ખાવ તો વજન વધે.
તેનાથી શરીરમાં ગરમી થાય છે
કેરીમાં આવેલું પોટેશિયમ વધુ પડતી શારીરિક કસરત કરતાં લોકોને ઉપયોગી થાય છે.
કેરી વિશેની જાણકારી
૧ મીડિયમ સાઇઝની કેરી - સ્લાઇસ કરેલી
(ગોટલાં-છોતરાં વગર) લગભગ (૧૦૦ ગ્રામ ચીરી)
કેલરી - ૬૬
પ્રોટીન - ૦.૫ ગ્રામ
ટોટલ કાર્બોહાઇડ્રેટ - ૧૭ ગ્રામ
ફેટ - ૦.૨૭ ગ્રામ
સોડિયમ - ૨ મિ.ગ્રા.
પોટેશિયમ - ૧૫૬ મિ.ગ્રા.
વિટામીન એ- ૩,૮૯૦
વિટામિન સી- ૨૭ મિ.ગ્રા.
No comments:
Post a Comment