અઠવાડિયે 3 કલાકની બ્રિસ્ક વોક આ રોગનો વિકાસ ધીમો પાડી શકે છે અથવા તો અટકાવી શકે છે.
જો કે વૈજ્ઞાનિકો કહે છે કે આ ફાયદો માત્ર એ પુરુષોને જ થાય છે જેઓ ખરેખર ઝડપથી ચાલે અને નહીં કે આરામદાયક ગતિએ ચાલતા પુરુષોને,
આ માટે એવા 1455 પુરુષોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો જેમને પ્રોસ્ટેટ કેન્સર તો હતું પણ હજી ફેલાયું નહોતું.
સાન ફ્રાન્સિસ્કોની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના મુખ્ય વૈજ્ઞાનિક એરિન રિચમેને કહ્યુ હતું કે "બ્રિસ્ક વોક કરતા પુરુષોમાં આ રોગનો વિકાસ ધીમો પડી જાય છે અથવા તો અટકી જાય છે."
આ અભ્યાસના તારણો જર્નલ કેન્સર રિસર્ચમાં પ્રકાશિત થયા હતાં. નિયમિત પણે બ્રિસ્ક વોક કરવાથી ઘણા સ્વાસ્થ્ય સંબંધી રોગો દૂર થાય છે જેમ કે હૃદય રોગ અને અમુક પ્રકારના કેન્સર પણ.
No comments:
Post a Comment