આયુર્વેદનો એક ખૂબ જ જાણીતો ‘એકૌષધિ’ પ્રયોગ છે ‘વર્ધમાન પિપલી પ્રયોગ.’ આ ઋતુમાં અમુક જીર્ણ (ક્રોનિક) રોગોમાં આ પ્રયોગ કરવાનું વિશેષ મહત્ત્વ હોવાથી આ વખતે તેનું નિરુપણ કરું છું.
‘પિપ્પલી’ એ સંસ્કૃત શબ્દ છે. તેનો અર્થ થાય છે લીંડીપીપર. આ લીંડીપીપરની બે મુખ્ય જાતો બજારમાં મળે છે. મોટીને પીપર અને નાનીને ગણદેવી પીપર કહેવામાં આવે છે. જે પીપર પાતળી, લાંબી, કાળી અને ભાંગવાથી લીલી દેખાય છે, તે ઔષધ માટે ઉત્તમ ગણાવાય છે.
આપણા શરીરમાં રસ, રક્ત, માંસ, મેદાદિ સાતે ધાતુઓ (અહીં ધાતુનો અર્થ થાય શરીરને ધારણ કરનાર) યોગ્ય રીતે બનતી રહે અને શરીર સ્વસ્થ રહે તથા આવી રીતે ઉત્તમ ગુણોથી યુક્ત રસ, રક્ત વગેરે ધાતુઓની પ્રાપ્તિ જે ઉપાયો દ્વારા થાય તેને ‘રસાયન’ કહેવામાં આવે છે. મહર્ષિ ચરક નામના મહાન ફિઝિશિયન આપણા દેશમાં થઈ ગયટ્વા. તેમણે પોતાના ‘ચરક સંહિતા’ નામના ગ્રંથમાં ચિકિત્સા સ્થાનના ‘રસાયનાધ્યાય’ નામના પ્રથમ અધ્યાયમાં ‘વર્ધમાન પિપલી’નો રસાયન પ્રયોગ આપ્યો છે. દર્દીના બળ પ્રમાણે આ પ્રયોગની ત્રણ માત્રાઓ પણ આપવામાં આવી છે. દૂધમાં પીપર નાખીને ઉકાળીને આ પ્રયોગ થાય છે. એક કપ દૂધમાં ૧૦ પીપર નાખીને ઉકાળીને ઠંડું પાડવું. ઠંડું પાડયા પછી પીપર ચાવીને ખાઈ જવી તથા વધેલું દૂદ પી જવું. બીજે દિવસે ૧૦ પીપર વધારવી અને એક કપ દૂધ પણ વધારવું. એટલે કે બે કપ દૂધમાં ૨૦ પીપર નાખી ઉકાળીને પ્રયોગ કરવો. ત્રીજે દિવસે ૩૦ પીપર અને ત્રણ કપ દૂધ અને એ જ રીતે દરરોજ દસ-દસ પીપર અને એક-એક કપ દૂધ વધારતા જવું. દસમા દિવસ પછી એક એક કપ દૂધ અને દસ પીપર ઘટાડતાં ૧૯મા દિવસે આ પ્રયોગ પૂરો કરવો. ચરકનો આ પ્રયોગ ઉત્તમ બળવાળા માટે છે. મધ્યમ બળવાળા માટે છ-છ પીપરનો પ્રયોગ કરવો અને અલ્પ બળવાળાએ ત્રણ-ત્રણ પીપર પ્રતિદિન વધારતા અને ૧૦મા દિવસ પછી પ્રતિદિન ત્રણ-ત્રણ ઘટાડતાં ૧૯મા દિવસે આ પ્રયોગ પૂરો કરવો.
પરંતુ ચરક સંહિતાને લખાયે આજે ત્રણ હજાર વર્ષ થઈ ગયા. એ વખત જેવી ઉત્તમ બળવાળા મનુષ્યો હવે શોધવા જવું પડે. અત્યારે આપણે અલ્પ બળવાળા છીએ. શારીરિક હાલત સારી હોય તો પ્રતિદિન ત્રણ-ત્રણ પીપર વધારતા જવી અને દસમા દિવસ પછી ત્રણ-ત્રણ ઘટાડતા જવી. જો એક-એક જ વધારવી હોય તો દસમા દિવસ પછી એક-એક ઘટાડવી. ત્રણ-ત્રણ કે એક-એક પીપરના પ્રયોગમાં પ્રથમ દિવસે એક કપ અને પછી પ્રતિદિન અડધો કપ દૂધ વધારતા જવું અને ૧૦મા દિવસ પછી પ્રતિદિન અડધો કપ ઘટાડતા જવું.
આયુર્વેદમાં કહેવાયું છે કે, ‘કફસ્ય કોપઃ કસુમાંગમેચ’ કુસુમાગમ એટલે વસંત ઋતુમાં કફના રોગો જેવા કે કફજ્વર (ફ્લ્યુ), સળેખમ, શરદી, ઉધરસ, દમ વગેરેનું પ્રમાણ વધે છે. જેમને હોળીની ઋતુમાં દમ-શ્વાસના એટેક આવતા હોય તેમણે પણ આ જ આ ‘વર્ધમાન પિપ્પલી પ્રયોગ’ ચાલુ કરવો જોઈએ. ૧૯ દિવસનો એક પૂરો થયા પછી બીજો અને ત્રીજો એમ ત્રણેક વખત આ પ્રયોગ કરવાથી દમના એટેક આવશે નહીં અને ઘણી જ શાંતિ રહેશે. જેમને બારે મહિના શરદી, છીંકો, ઉધરસ, દમ રહેતા હોય, તેઓ કોઈ પણ ઋતુમાં આ પ્રયોગ કરી શકે છે.
આ પ્રયોગ કોણે કરવો ? માત્ર કફવાળા દર્દીઓએ જ આ પ્રયોગ કરવો એવું નથી. એમને માટે તો હિતાવહ છે જ, પરંતુ આ સિવાય જેમને ભૂખ ઓછી લાગતી હોય, લો પ્રેશર રહેતું હોય, જીર્ણજ્વર, અજીર્ણ, ગેસ-કબજિયાત, પાતળાપણું વગેરે અનેક વિકૃતિઓમાં વૈદ્યના માર્ગદર્શન પ્રમાણે આ પ્રયોગ કરવો હિતાવહ છે.
ગાગરમાં સાગર
ઉત્તમ પ્રકારની ગણદેવી કે નવસારીની પીપરને આઠ રાત-દિવસ એટલે કે સતત ચોસઠ પ્રહર ખરલમાં ઘૂંટવાથી જે અતિ સૂક્ષ્મ કણોવાળું ચૂર્ણ તૈયાર થાય તેને ‘ચોસઠપ્રહરી પીપર’ કહેવામાં આવે છે. સતત ઘૂંટવાથી ગુણાધિક્ય થયેલું આ ચૂર્ણ ચોખા ભારથી લઈને આઠ ચોખા ભારની માત્રામાં સવારે, બપોરે અને રાત્રે મધ સાથે લેવામાં આવે અને ઉપર ચારથી પાંચ ચમચી ‘વાસાસવ’ અથવા ‘કનકાસવ’ પીવામાં આવે તો દમ, શ્વાસ, કફ, શરદી વગેરે મટે છે.

No comments:
Post a Comment