Tuesday, 13 September 2011

બટવો ભલે દાદીનો પણ સ્ટાઈલ તો દીકરીની જ!

કોલેજ ગર્લ્સ ફેશનમાં રહેવા અને બધામાં અલગ દેખાય તે માટે ઘણું બધુ કરતી હોય છે. દરેક છોકરી એમ જ ઈચ્છે છે કે અન્ય ચાર ફ્રેન્ડ્સ તેની નવી વસ્તુના વખાણ કરે અને તે ક્યાંથી લાવી તે વિશે તેને જરૂરથી પુછે.

છોકરીઓના હેન્ડ બેગની વાત કરીએ તો હાલમાં હેન્ડ બેગની જગ્યાએ બટવાની ફેશનનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આ બટુઆની ખાસિયત એ છે કે તેને સાથે રાખવું ઘણું સહેલું છે તમે તેને હાથમાં કેરી કરી શકો છો અથવા તો સ્ટાઈલથી હાથમાં લટકાવી શકો છો.

સુંદર એમ્બ્રોડરી, ગોટા, ટીકા વર્ક્સના બનેલા બટવા આજની ઈન્ડો વેસ્ટર્ન છે. આ એથનિક લુક પણ આપે છે.

એટલું જ નહીં ફક્ત ડ્રેસ પર નહીં પણ જીન્સ કેપરી, સ્કર્ટ પર પણ આવા બટવા શોભે છે. આજકાલ તો રેક્ઝિન, કપડાં લેધરનાં પણ બટવા મળે છે. કચ્છી અને રાજસ્થાની એમ્બ્રોડરી જેવી પેટર્ન તેમજ સ્ટોન, મોતી, આભલા અને નંગની કલાકારી વાળા બટવા પણ બજારમાં મળે છે.

બજારમાં 70થી માંડીને 700 રૂપિયા સુધીના બટવા મળે છે. હવે એ તો આપના પર નિર્ભર છે કે આપ કેવો બટવો ખરિદવા માંગો છો.

બટવો ખરિદતા પહેલાં આટલી વાતોનું ધ્યાન રાખો-

-બટવાને ખરીદતા પહેલાં તેનું ધ્યાન રાખો કે ક્યાંક અંદરથી તો તે ફાટેલો નથીને.

-આભલા જડેલો બટવો રુટિન યુઝ માટે ન ખરીદો કારણકે જો એકાદ આભલો પણ નિકળી જશે તો આપને તે બટવો વાપરવો ગમશે નહીં. તેમજ તેની ખુબસુરતી પણ ખલાસ થઈ જશે.

-આભલા જડેલા બટવા તમે સ્પેશલ દિવસો માટે વાપરી શકો છો

-રૂટિન યુઝ માટે કપડા, રેક્ઝિન, લેધર કે જ્યુટના બટવાનો ઉપયોગ કરી શકો. તેના પર સ્ટોન, મોતી, નંગથી વર્ક કરેલું હોય છે તે રૂટિન યુઝમાં સારા રહે છે.

No comments:

Post a Comment