-પેટ દરેક પરિસ્થિતિમાં સાફ રાખો અર્થાત્ કબજિયાત કે બીજી પેટને લગતી સમસ્યાઓ પેદા ન થવા દો.
-લસણ, ડુંગળી જેવી તીવ્ર ગંધવાળી વસ્તુઓથી શક્ય હોય ત્યાં સુધી દૂર રહો કે તેનું સેવન ન કરો.
-નિયમિત વ્યાયામ ચોક્કસ કરો. તેનાથી શરીરમાં બનનાર દૂષિત પાણી પહેલાંથી જ બહાર નિકળી જશે. ત્યારબાદ જ નહાઓ જેથી દિવસભર વધુ પસીનો નિકળવાની સંભાવનાઓ ન રહો.
-પાણી વધુને વધુ પીવો, આખા દિવસમાં 8થી 10 ગ્લાસ પાણી એક તંદુરસ્ત વ્યક્તિએ ચોક્કસપણે પીવું જોઈએ.
-બગલના વાળ સાફ રાખો, શરીરની ત્વચાને વધુને વધુ સ્વચ્છ-સાફ રાખો, બની શકે તો નહાતી વખતે મુલતાની માટી કે તેનાથી બનેલ સાબુનો ઉપયોગ કરો.
-પોતાના શરીરની પ્રકૃત્તિ અને મોસમ પ્રમાણે કપડાં પહેરો, ભારતીય મૌસમ પ્રમાણે કોટનના કપડાં વધુ અનુકૂળ રહે છે. કપડાં એવા હોય જે તમારા શરીરને પ્રાકૃતિક વાયુ સાથે જોડી રાખે.
No comments:
Post a Comment