સ્પાસ્ટિસિટી એટલે કે અંગ અકડવાં એ ખૂબ જ ગંભીર રોગ છે. તે ઘણા બધા રોગનું ખરાબ પરિણામ હોઈ શકે છે. આ રોગ મનુષ્યનાં અંગોને જકડી રાખે છે. પરિણામે કોઈ પણ કામ કરવું મુશ્કેલ બને છે. જ્યારે વ્યક્તિ પોતાની માંસપેશીઓથી કામ લે છે ત્યારે બે પ્રકારની ગતિવિધિઓ થાય છે. પહેલી ગતિવિધિમાં માંસપેશીઓ જ કાર્ય કરવા ઇચ્છે છે તે સક્રિય થઈ જાય છે, તે સાથે જ બીજા પ્રકારની માંસપેશીઓ જે તેનાથી વિરુદ્ધ કામ કરનારી હોય છે તે નિષ્ક્રિય થઈ જાય છે. શરીર સારી રીતે કામ કરી તે માટે આ બંને પ્રક્રિયાઓ એક સાથે થવી જોઈએ. જ્યારે અંગ અકડાઈ જાય ત્યારે જે માંસપેશી કામ કરવા માંડે છે તો તેની વિરુદ્ધ કામ કરનારી માંસપેશી પણ સક્રિય થઈ જાય છે અને પહેલી માંસપેશી પર બ્રેકનું કામ કરે છે.
કારણોઃ માથાની ઈજા, સ્નાયુઓમાં ઈજા, કરોડનાં હાડકાંની ઈજા, જન્મથી અકડાયેલાં અંગ વગેરે જેવાં કારણો હોઈ શકે છે.
ઉપચારઃ અકડાયેલાં અંગોનો ઉપચાર સમયસર શરૂ થાય તો જ આ રોગને કાબૂમાં રાખી શકાય છે. તેનાં લક્ષણ દેખાતા જ ફિઝિયોથેરાપી શરૂ કરાવી દેવી જોઈએ. જેથી અંગોમાં વધુ કડકપણું આવી ન જાય. આ ઇલાજ ઘણા મહિના સુધી નિયમિત કરવો પડે છે જે દર્દીઓને ઓછી તકલીફ હોય છે તેમને જલદી લાભ મળે છે. લોકો એવી ગેરસમજમાં હોય છે કે જે અંગ અકડાઈ ગયું હોય તેના પર તેલ વડે માલિશ કરવું સારું રહે છે, પરંતુ વાસ્તવમાં આ રોગમાં પ્રભાવિત ભાગ પર માલિશ કરવું ન જોઈએ.
અંગોની અકડનને બે ભાગમાં વહેંચી શકાય છે. એક એવા રોગી કે જેમના શરીરનો માત્ર એક જ ભાગ જેમ કે હાથ કે પગ જ પ્રભાવિત કરે છે. આવું ખાસ કરીને લકવાના દર્દીમાં જોવા મળે છે. બીજું એવા રોગી કે જેમનો આ બીમારીમાં બે કે બેથી વધુ ભાગને પ્રભાવિત કરે છે.
જે દર્દીઓનું એક જ અંગ અકડાયેલું હોય તેમનો ઉપચાર દવા તથા ઇન્જેક્શનથી થઈ જાય છે. આ ઇન્જેક્શનની સાથે દર્દીને ફિઝિયોથેરાપીની સારવાર પણ કરાવવી પડે છે.
જે દર્દીઓમાં અંગોની જકડ એકથી વધુ અંગોને પ્રભાવિત કરે છે તેમના માટે ઘણાં નવા ઉપચાર ઉપલબ્ધ છે. આ ઉપચારોમાં રોગીના કરોડનાં હાડકાંમાં સતત દવા નાખવામાં આવે છે. આ વિધિમાં દવા સીધી સ્નાયુઓમાં પહોંચે છે. તેથી દવાને ઓછી માત્રા પણ સારો પ્રભાવ કરે છે. આ કારણે દવાની સાઈડ ઇફેક્ટ જેમ કે ઊંઘ આવવી, શરીરમાં આળસ વગેરે પણ થતી નથી.
કાર્પલ ટન્નલ સિન્ડ્રોમ
એક જ હાથથી વારંવાર સતત એક જ કામ કરવાથી કાર્પલ ટનલ સિન્ડ્રોમ થઈ શકે છે. આ રોગ એવા લોકોમાં જોવા મળે છે જેઓ હાથ તથા કાંડા વડે વધારે કામ કરતાં હોય છે. જેઓ કમ્પ્યુટર પર કામ કરે છે, સુથાર, નોકર, મજૂર, સંગીતકાર, મિકેનિક વગેરે પણ આ રોગના શિકાર બની શકે છે. આ રોગ બીજાં કારણોથી પણ ઉત્પન્ન થઈ શકે છે. કાંડા પર ઈજા થાય તોપણ આ રોગ થઈ શકે છે. ફ્રેક્ચર અથવા કેટલાક રોગો જેમકે મધુપ્રમેહ, આર્થરાઇટિસ અથવા થાઈરોઇડને કારણે પણ આ રોગ થઈ શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન, છેલ્લા મહિનામાં કાર્પલ ટન્નલ સિન્ડ્રોમ થવું એ સામાન્ય વાત છે.
લક્ષણો
* હાથ અને આંગળીઓ ખાલી પડવી (ઝણઝણાટી થવી)
* કાંડા, હથેળી અને હાથમાં દુખાવો થવો.
* હાથ અને કાંડાના વધુપડતાં ઉપયોગથી દુખાવો વધી જવો.
દૃકોઈ પણ વસ્તુ ઉપાડતી વખતે મુશ્કેલી થવી. અંગૂઠામાં નબળાઈ લાગવી તથા દુખાવો થવો.
ઉપાય
* કાંડા પર બરફ મૂકી તેનાથી માલિશ કરી શકો છો. ઉપરાંત થોડા ખેંચાણવાળા વ્યાયામ પણ, આથી રાહત આપવામાં તમારી મદદ કરી શકે છે.
* એક જ હાથનો સતત ઉપયોગ ન કરતાં બીજા હાથનો ઉપયોગ કરવાની પણ ટેવ પાડો.
* પોતાના કાંડાને વધુ સમય સુધી નીચેની તરફ લટકાવીને રાખશો નહીં.
* પ્રાણાયામ જરૂર કરો, કારણ કે પ્રાણાયામ એવી ક્રિયા છે કે જેનાથી શરીરની આંતરિક શક્તિ વધે છે અને રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. કપાલભાતિ, નાડીશોધન, ઉજ્જાયી, અનુલોમ-વિલોમ પ્રાણાયામનો નિયમિત રીતે અભ્યાસ કરો. રોગનો નાશ કરવામાં પણ મદદ મળશે અને તેનાથી તમે પોતાને ઊર્જાવાન અનુભવશો.
No comments:
Post a Comment