કેન્સરની ગાંઠ પર દેખરેખ રાખી શકે તેવું માઈક્રોચિપ સેન્સર વિકસાવવામાં આવ્યું હોવાનો દાવો જર્મનીના વિજ્ઞાનીઓએ કર્યો છે. આ સેન્સર વિકસાવનાર મ્યુનિકમાં ટેક્નિકલ યુનિવર્સિટીની ટીમે જણાવ્યું કે, જે ગાંઠ સુધી પહોંચવાનું શક્ય ન હોય તેના ઉપર આ સેન્સર દેખરેખ રાખશે, એટલું જ નહિ, પરંતુ તેની સારવાર પણ કરશે.
વાસ્તવમાં આ સાધન ગાંઠની નજીકના કોષોના સ્તરમાં ઓક્સિજન પહોંચે છે કે નહિ તેની નોંધ રાખીને એ વાતની જાણકારી આપશે કે ગાંઠ મોટી થાય છે કે કેમ? સેન્સરને કારણે કોષોની પ્રવાહિતા અને ગાંઠનાં કદની માહિતી મળશે જેને કારણે ચિંતાજનક સ્થિતિમાં ડોક્ટરોને સાવચેત કરી શકાય. આ અંગે સંશોધકોને એમ કહેતા ટાંકવામાં આવ્યા કે, માઈક્રોલેટ્રોનિક ચિપ એ ઈલેકટ્રોડ્સનો એક સેટ છે જે ઓક્સિજનના સ્તર વિશે જાણકારી આપી શકે.

No comments:
Post a Comment