Sunday, 4 September 2011

માઈગ્રેનની બીમારીને જડમૂળથી ભગાવતા 'દેસી નુસખા'


 
સૌ કોઈ જાણે છે કે માઈગ્રેન એક એવી બીમારી છે જેમાં માથાનો દુખાવ એ હદે વધી જાય છે કે વ્યક્તિને સંભાળવું મુશ્કેલ થઈ જાય છે પણ જો અમે આપને જણાવીએ કે અમારી પાસે એવા દેસી નુસખા છે જે આપનો આ દર્દ જડમૂળથી મીટાવી શકે છે.

-આ દર્દમાં જો માથુ, ગર્દન અને ખભાનીમાલિશ કરવામાં આવે તો દર્દીને ખૂબ રાહત મળે છે. આપ અરોમા ઓઈલ કે પછી ઓલિવ ઓઈલથી માલિશ કરી શકો છો.

-કપૂરને ઘીમાં મેળવી માથા પર હળવા હાથે માલિશ કરવાથી પણ રાહત થાય છે

-ઘરનાં માખણમાં મિશ્રી (ખાંડ) ભેળવીને ચાટવાથી પણ માઈગ્રેનની બીમારીથી રાહત મળે છે.

-લિંબૂની છાલને પીસી તેનો પાવડર બનાવી લો તેનો લેપ માથા પર લગાવવાથી આપને ઘણી રાહત મળશે.

-ટોવેલ કે નેપ્કિનને ગરમ પાણીમાં ડુબાળી રાખો, બાદમાં એ ટોવેલ કે નેપ્કિનથી મગજના જે ભાગમાં દુખતું હોય તે જગ્યા પર માલિશ કરો. ઘણાં લોકોને ઠંડા પાણીથી કરવામાં આવતી માલિશથી રાહત મળે છે. તેવી વ્યક્તિઓ બરફના ટુકડાનો ઉપયોગ કરી શકે છે.

No comments:

Post a Comment