Tuesday, 13 September 2011

કપાળમાં ચંદનના તિલકનું કેમ વધુ મહત્વ


-હંમેશા ઉત્તેજનામાં આપણા કાર્યો બગડી જાય છે. ચંદન લગાડવાથી ઉત્તેજના કાબુમાં આવે

આપણે ત્યાં વડીલો દ્વારા જ જુદી-જુદી પરંપરાઓ બનાવવામાં આવે છે. જે આજે અનેક રીતે વૈજ્ઞાનિક રીતે પણ યોગ્ય પુરવાર થતી હોય છે. એવી જ એક પરંપરામાંથી એક પરંપરા છે તિલક લગાવવાની. પૂજનમાં તિલકનું ખૂબ મહત્વ છે. પૂજા સિવાય પણ રોજ તિલક કરવું આપણા માટે લાભદાયક છે. આવો જાણીએ, કેવી રીતે?

સ્નાન બાદ દેવી-દેવતાઓની પ્રતિમાને ચંદન સમર્પિત કરવામાં આવે છે. પૂજા કરનાર પણ પોતાના મસ્તક પર ચંદનનું તિલક લગાવે છે. ચંદન સુગંધિત હોય છે અને તે શીતળતા બક્ષનારું હોય છે. ભગવાનને ચંદન અર્પણ કરવાનો ભાવ એ હોય છે કે, અમારું જીવન પણ ચંદનની જેમ આપની કૃપાથી સુગંધિત અને શીતળતા આપનારું બને.

હંમેશા ઉત્તેજનામાં આપણા કાર્યો બગડી જાય છે. ચંદન લગાડવાથી ઉત્તેજના કાબુમાં આવે છે. સ્ત્રીઓએ મસ્તક પર કસ્તૂરીનું તિલક કે બિંદી લગાવવી જોઇએ. ગણેશજી, હનુમાનજી, માતાજી કે અન્ય મૂર્તિઓમાંથી સિંદૂર કાઢીને કપાળ પર ન લગાવવું જોઇએ. સિંદૂર ઉષ્ણ હોય છે. ચંદનને નાના ચાલ્લાના સ્વરૂપમાં બે ભ્રમરોની વચ્ચે લગાવવામાં આવે છે.

વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ચંદનનું તિલક લગાવવાથી મગજ શાંત રહે છે. સાથે-સાથે તરવરાટ અને શીતળતા જળવાઇ રહે છે, મસ્તિષ્કમાં સેરાટોનિન અને બીટાએંડોરફિન નામના રસાયણોનું સંતુલન થાય છે. યાદશક્તિ વધે છે અને માનસિક થાક દૂર થાય છે.

No comments:

Post a Comment