Sunday, 11 September 2011

સાધારણ લાગતાં કેળાંના અસાધારણ ગુણો




કેળાંમાં ત્રણ પ્રકારની શર્કરા હોય છે. સુક્રોઝ ફૂકટોઝ અને ગ્લુકોઝ. કેળાંમાં રેસાનું પ્રમાણ પણ ઘણું હોય છે. કેળાંમાંથી તત્કાળ શક્તિ મળે છે. સંશોધનો પરથી જાણવા મળ્યું છે કે ફક્ત બે કેળાંનું સેવન નેવું મિનિટની કસરત કરવા યોગ્ય શક્તિ આપે છે. ખેલકૂદવીરોનું તે માનીતું ફળ છે. તેમાં કોઈ નવાઈ નથી.
કેળાં ફક્ત શક્તિ જ આપે છે એવું નથી. તે ઘણાં પ્રકારની બીમારીઓ અને પરિસ્થિતિઓમાં ઉપયોગી છે. તેથી રોજિંદા આહારમાં દરેકે કેળાંનો સમાવેશ કરવો જોઈએ.
એનેમિયા
લોહતત્ત્વથી સમૃદ્ધ કેળાં લોહીમાં હિમોગ્લોબિનના ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે. તેથી પાંડુ કે રક્તાલ્પતા (એનેમિયા)માં તે ઉપયોગી છે.
કબજિયાત
રેસાથી ભરપૂર કેળાંનો રોજિંદા આહારમાં સમાવેશ કરવાથી મોટાં આંતરડાંનું કાર્ય સુધરે છે. અન્ય કોઈ રેચક કે સારક દવાઓ લેવાની જરૂર પડતી નથી.
છાતીમાં બળતરા (હાર્ટબર્ન)
કેળાંમાં કુદરતી એન્ટાસીડ ગુણ હોવાને કારણે હાર્ટબર્નની તકલીફમાં તે રાહત આપે છે.
ડીપ્રેશન
હમણાં થયેલાં એક સર્વેક્ષણમાંથી જાણવા મળ્યું છે કે ડીપ્રેશનમાંથી જોઓ કેળાંનુ સેવન કરતાં હતાં. તેઓને સુધારાનો અનુભવ થયો હતો. આમ બનવા પાછળનું કારણ એ છે કે કેળાંમાં ટ્રીપ્ટોફેન નામનું પ્રોટીન હોય છે. જેને શરીર સીરોટોનીનમાં પરિર્વિતત કરે છે. સીરોટોનીન મનને શાંત અને સંતુષ્ટ રાખવાનો ગુણ ધરાવે છે.
પી.એમ.એસ.
રજોદર્શન પહેલાં થતી તકલીફોમાં રાહત મેળવવા દવાને બદલે કેળાંનુ સેવન કરો. કેળાંમાં રહેલું બી-૬ લોહીમાંની શર્કરાને સપ્રમાણ કરે છે. તેથી મૂડ સુધરે છે.
બ્લડપ્રેશર
કેળાંમાં પોટેશિયમ વધારે અને ક્ષાર ઓછાં હોય છે. તેથી બી.પી.ના દર્દીઓ માટે કેળાં આદર્શ ફળ છે. તેના આ અદ્ભુત ગુણને કારણે યુ.એસ.ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને કેળાંના ઉત્પાદકોને આ બાબતમાં જાહેર જાગૃતિ આણવા ટહેલ નાંખી છે.
માનસિક ક્ષમતા
ઇંગ્લેન્ડની એક શાળાના બસો વિદ્યાર્થીઓને પરીક્ષાના સમયે નાસ્તા અને ભોજનમાં કેળાંના સેવનને ઉત્તેજન આપીને તેઓની માનસિક- ક્ષમતાને વધારવાનો પ્રયોગ હાથ ધરાયો હતો. સંશોધનકર્તાઓએ જોયું કે પોટેશિયમથી ભરપૂર આ ફળ વિદ્યાર્થીઓને સતેજ બનાવીને શીખવામાં મદદરૂપ થાય છે.
હેન્ગોવર
મદ્યપાન કર્યા પછીની અસરોને દૂર કરવામાં કેળાં ઉપયોગી છે. મધ નાંખીને બનાવેલું બનાના મિલ્કશેક હેન્ગોવરને ઝડપથી દૂર કરે છે. કેળાં  પેટને સ્વસ્થ બનાવે છે. મધ ઘટેલી રક્ત શર્કરાને જાળવી રાખે છે. અને દૂધ શરીરના તંત્રને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે.
મોર્નિંગ- સીકનેસ
ખાણાંની વચ્ચેના સમયમાં કેળાંનું સેવન કરવાથી રક્તશર્કરા જળવાઈ રહે છે. અને મોર્નિંગ સીકનેસ દૂર કરે છે.
મચ્છરના દંશ
મચ્છરના દંશ પર અન્ય કોઈ દવા લગાવવાને બદલે કેળાંની છાલની અંદરનો ભાગ લગાવો. તેનાથી સોજો અને બળતરા પર ચમત્કારિક લાભ થાય છે.
નર્વસ સિસ્ટમ
કેળાંમાં રહેલાં બીવિટામિન્સ નર્વસ સિસ્ટમને શાંત રાખવામાં મદદરૂપ થાય છે.
નોકરીનો બોજો અને સ્થૂળતા
અભ્યાસો પરથી જાણવા મળ્યું છે કે નોકરીમાં કામનો બોજો કર્મચારીઓને ચોક્લેટ્સ અને ચીપ્સ જેવો કેલરીયુક્ત ખોરાક ખાવા પ્રેરે છે. દર્દીઓનો અભ્યાસ કરવાથી માલૂમ પડયું કે વધુ સ્થૂળકાય દર્દીઓ કામના અત્યંત બોજાથી લદાયેલા હતા. કામની ચિંતાને કારણે ઘટતી રક્તશર્કરા ચોકલેટ્સ ચીપ્સ ખોરાક ખાવા પ્રેરે છે. દર બે કલાકે કાર્બોહાઈડ્રેટ્સવાળો ખોરાક ખાવાની જરૂર પડે છે. ચોકલેટ્સ કે ચીપ્સ ખાવાને બદલે કેળાં ખાવાથી રક્તશર્કરા જળવાય છે અને વજન વધતું નથી.
પેટમાંના ચાંદા
તેનું લીસાપણું અને નરમ બંધારણને કારણે કેળાં આંતરડાંની તકલીફોમાં ખાસ પ્રયોજવામાં આવે છે. આ એક જ એવું ફળ છે. જે જીર્ણ રોગોમાં પણ કાચું ખાઈ શકાય છે. તે પેટમાંની દીવાલો પર આવરણ રચીને અમ્લપિત્ત અને બળતરાથી રક્ષણ આપે છે.
તાપમાનનું નિયંત્રણ
ઘણાં દેશોમાં કેળાંને શીતળદાયક ફળ માનવામાં આવે છે. તે શારીરિક અને માનસિક તાપને શાંત કરે છે. સગર્ભા સ્ત્રીઓને તે ખાવાની ખાસ ભલામણ કરવામાં આવે છે.
ઋતુ પરિવર્તનની અસરો
કેળાંમાં મૂડને સુધારનાર ટ્રીપ્ટોફેન હોવાને કારણે ઋતુના ફેરફારોનો ભોગ બનનારા લોકો માટે તેનું સેવન ખૂબ ઉપયોગી છે.
ધૂમ્રપાન તેમજ તમાકુનું સેવન
ધૂમ્રપાન કે તમાકુનું સેવન કરનારાઓને તેમની આદતથી છૂટકારો અપાવવામાં  કેળાં ઉપયોગી છે. કેળાંમાં રહેલાં બી-૬, બી-૧૨, પોટેશિયમ અને મેગ્નેશિયમ નિકોટીની અસરો ઘટાડવામાં મદદ કરે છે.
માનસિક તાણ
પોટેશિયમ એક એવું જીવનદાયક તત્ત્વ છે. જે હૃદયના ધબકારાને સામાન્ય બનાવે છે.  મગજને પ્રાણવાયું પૂરો પાડે છે. તેમજ શરીરમાં પાણીની માત્રા જાળવવામાં મદદ કરે છે. જ્યારે આપણે તાણમાં હોઈએ છીએ ત્યારે શરીરમાં ચયાપચયનો દર ઊંચો જાય છે. અને પોટેશિયમનું પ્રમાણ ઘટે છે. કેળાં ખાઈને આ પ્રમાણને ઊંચું લાવી શકાય છે.
સ્ટ્રોક (રક્ત જ મૂર્છાનો હુમલો)
કેળાનું નિયમિત સેવન સ્ટ્રોકનું જોખમ ચાલીસ ટકા જેટલું ઘટાડે છે.
મસા
ત્વચા પર થતાં મસાથી છૂટકારો મેળવવા આ એક સારો ઘરગથ્થુ ઉપાય છે. કેળાંની છાલનો એક ટુકડો લો. તેની અંદરનો ભાગ મસા પર મૂકીને ટુકડા પર પટ્ટી કે પ્લાસ્ટર બાંધી દો. તેનાથી મસો મરીને ખરી પડશે. આમ કેળાંમાં અસંખ્ય ગુણો રહેલાં છે. તેની તુલના જો સફરજન સાથે કરવામાં આવે તો કેળાંમાં સફરજન કરતાં ચારગણું પ્રોટીન, બે ગણું કાર્બોહાઈડ્રેટ્સ, ત્રણગણું ફોસ્ફરસ પાંચગણું વિટામિન એ અને લોહતત્ત્વ તેમજ અન્ય વિટામિન, ખનીજો રહેલાં છે. પોટેશિયમ તો તેમાં છે જ. આમ કેળાં એ શ્રેષ્ઠ ખાદ્યોમાંનું એક ખાદ્ય છે.

No comments:

Post a Comment