સ્વરપેટીને લગતો કોઇ રોગ થાય ત્યારે અવાજ બેસી જાય છે અથવા ઘસાઇ જતો હોય તેવું લાગે. આવું થવા માટે અનેક પ્રકારનાં કારણો હોઇ શકે. સ્વરપેટીમાં જન્મથી ગાંઠ હોવી, વધારે પડતું બોલવું, ચીસો પાડવી, ખરાબ રીતે ગાવું, ઇજા થવી, ઇન્ફેકશન થવું વગેરે જેવાં અનેક કારણો અવાજ બેસી જવા માટે જવાબદાર હોય છે. સ્વરપેટીમાં સોજો આવવો અથવા ગાંઠ થવાથી પણ અવાજ બેસી જાય છે.
સ્વરપેટીની નસમાં પેરેલિસિસ થવાથી પણ અવાજ બેસી જાય છે. કેટલાક પ્રકારની થાઇરોઇડની, હૃદયની તથા કિડનીની બીમારીમાં પણ અવાજ ઉપર અસર પડતી હોય છે. બીમારી નક્કી કરવા માટે લેરીન્ગોસ્કોપી, સી.ટી. સ્કેન, એક્સ-રે મદદરૂપ થાય છે. રોગ નક્કી થાય પછી સારવાર કરાવવી હિતાવહ છે.
હોમિયોપથીમાં બેસી ગયેલા અવાજ માટે અથવા ખોખરા અવાજ માટે કેટલીક ઉપયોગી દવાઓ છે. ઠંડી હવાને કારણે ગળામાં ઇન્ફેકશન થવાથી અવાજ બેસી જાય તો કોસ્ટિકમ, ક્રયુપ્રમ, હેપાર સલ્ફ, મર્કસોલ જેવી દવાઓ વપરાય છે. વારંવાર અવાજ બેસી જતો હોય તો પણ ઉપર જણાવેલ દવાઓ ઉપરાંત ફોસ્ફરસ, સીલીસિયા, મેંગેનેમ વગેરે દવાઓ ઉપયોગમાં આવે છે.
જેમનો વ્યવસાય વધારે પડતું બોલવા સાથે સંકળાયેલો હોય દા.ત. શિક્ષક અથવા ગાયકોમાં એરમ ટ્રીફાયલમ, કેપ્સીકમ, રસટ્રીકસ, કાલીફીસ જેવી દવાઓ અણીના સમયે કામમાં લાગે છે. આ સિવાય પણ ઘણી બધી દવાઓ છે જે દર્દીની શારીરિક અને માનસિક પ્રકૃતિનો અભ્યાસ કર્યા બાદ આપવામાં આવે છે.
સ્વરપેટીને ઇજા પહોંચી હોય તો અનિકા, હાયપેરીકમ, રસટ્રીકસ જેવી દવાઓ વપરાય છે. જો પેરેલિસિસની અસર હોય તો કોસ્ટિકમ, લેકેસીસ, પ્લમ્બમ, જેલ્સેમીયમ જેવી દવાઓ નસને નબળી બનતાં અટકાવે છે. આ માટે દર્દીના વૈકલ્પિક ઈતિહાસની વિગતોને આધારે કેસ-સ્ટડી કરવામાં આવે છે
ત્યારબાદ દવા નક્કી કરવામાં આવે છે. જો યોગ્ય માર્ગદર્શન હેઠળ આ દવા લેવામાં આવે તો અવાજ બેસી જવાની તકલીફમાંથી છુટકારો મેળવી શકાય છે.‘

No comments:
Post a Comment