
પ્રકૃતિની સુંદરતાનો અંદાજો લગાવવો મુશ્કેલ છે. માણસે તેને જેટલો શોધવાની કોશિશ કરી છે, તેટલો જ તે વધારેને વધારે ખૂલતો ગયો છે. આ કડીમાં અમે તમને દુનિયાના 5 અત્યંત નાયાબ ધોધથી રૂબરુ કરાવવા જઈ રહ્યા છીએ. પ્રકૃતિના સૌંદર્યને શબ્દોમાં વ્યક્ત કરવા જ મુશ્કેલ છે. આવો જોઇએ તેવા કેટલાંક દ્રશ્યો...

1. વિક્ટોરિયા ફોલઃ આ ઝરણાને 1855માં શોધવામાં આવ્યો હતો અને ક્વીન વિક્ટોરિયાના નામ પરથી તેને નામ આપવામાં આવ્યુ હતું. કહેવાય છે કે આ ધોધ પરખી એટલી બધી માત્રામાં પાણી આવે છે કે ઉપરથી પડતા પાણીના છાંટા 25 માઇલ દૂરથી પણ જોઈ શકાય છે. ઉલ્લેખનીય છે તે આ ધોધ ઝાંબિયા અને ઝિમ્બાબ્વે દેશો વચ્ચે વહેંચાયેલો છે. 1.7 કિલોમીટર લાંબો અને 108 મીટર ઊંચો આ ફોલ બંને દેશોમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. ઝિમ્બાબ્વેમાં તેને વિક્ટોરિયા ફોલના નામથી ઓળખવામાં આવે છે.

2. નાયગ્રા ફોલઃ આ ફોલની વિશાળતાનો અંદાજો એ વાત પરથી લગાવાય છે કે એક મિનિટમાં આ ઝરણામાંથી 60 લાખ ક્યુબિક ફૂટ પાણી પડે છે. આ ફોલ ઓન્ટારિયો અને ન્યુયોર્કની વચ્ચે આવે છે.
3. એન્જલ ફોલઃ 1937 સુધી દુનિયા આ ઝરણાથી અજાણ હતી. જેમ્સ જિલી એન્જલે ઓક્ટોબર 1937ના રોજ દુનિયાનું આ ધોધ તરફ ધ્યાન ખેંચ્યું. આ ધોધની ઊંચાઈ 3212 ફૂટ છે. પોતાની ઊંચાઈના કારણે તેને દુનિયાનો સૌથી ઊંચો ધોધ કહેવામાં આવે છે.

4. કેટિયર ફોલઃ 741 ફૂટ ઊંચો અને 370 ફૂટ પહોળો આ ફોલ નાયગ્રા ફોલ કરતા 5 ગણો અને વિક્ટોરિયા ફોલ કરતા ડબલ ઊંચો છે. આ ધોધનું નામ એક ટ્રાઇબલ નેતા કૈયીના નામ પરથી પડ્યું છે. ટીયર શબ્દનો અર્થ થાય છે ફોલ. આ બંને શબ્દો મળીને જ આ ફોલનું નામ પડ્યું છે.

b>5. ગોક્ટા ફોલઃ પેરૂના આ અત્યંત સુંદર ધોધથી 2005 સુધી દુનિયા અજાણ હતી. જર્મન રિસર્ચ ટુરિસ્ટર સ્ટીફન જેમિંડોફે તેને શોધી કાઢ્યો હતો. આ ધોધનું નામકરણ અહીંયા રહેનારી એક પ્રાચીન પ્રજાતિના નામ પર પડ્યુ હતું, જે અહીંની ખાણમાં રહેતી હતી.
No comments:
Post a Comment