- વધારાની ચરબી તમારા માટે ડિપ્રેશનની બીમારી નોતરે શકે છે
તમારો મોટાપો તમારા માનસિક સ્વાસ્થ્ય માટે ખતરારૂપ હોઈ શકે છે. એક નવા અભ્યાસમાં ખુલાસો થયો છે કે મોટાપાને કારણે ડિપ્રેશનનો ખતરો 25 ટકા સુધી વધી જાય છે.
ક્યૂબાના ડો. સાલ્વાડોર એલન્ડે ટિચિંગ હોસ્પિટલના પ્રોફેસર અલ્બટરે હર્નાન્ડેજ કહે છે કે "મોટાપાને સામાજિક કલંકના રૂપમાં જોવામાં આવે છે અને તેની અસર વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય પર થાય છે."
તેમણે કહ્યુ "ડિપ્રેશન વ્યક્તિને નકારાત્મક વિચારો, વ્યક્તિગત અક્ષમતા, મગજની ખરાબ સ્થિતિ, કોઈ પણ કામ માટે પહેલ કરવાની કમી અને શારીરિક સક્રિયતાની કમીના રૂપમાં સામે આવે છે."
હર્નાન્ડેઝ કહે છે કે "આ રીતે વ્યક્તિ પોતાના વ્યક્તિત્વ, ઈચ્છાઓ અને કોઈની સાથે સંબંધોને સંપૂર્ણ રીતે વિકસાવી નથી શકતા."
અભ્યાસમાં કહેવાયું છે કે સ્ત્રીઓમાં આ સમસ્યા વધારે ખતરનાક હોય છે. મોટાપાને કારણે એક પુરુષની સરખામણીમાં બે સ્ત્રીઓ ડિપ્રેશનનો શિકાર બને છે.
મોટાપાથી ગ્રસ્ત વ્યક્તિને પોતાની મેદસ્વિતા ઓછી કરવાની રીત ખોટી હોવા પર અને તેમણે અપનાવેલા અવૈજ્ઞાનિક પદ્ધતિઓના નિષ્ફળ જવા પર પરિસ્થિતિ વધુ ખરાબ થઈ જાય છે.
હર્નાન્ડેજ કહે છે કે ડિપ્રેશનને કારણે વ્યક્તિ કોઈ પણ કામમાં રસ નથી લઈ શકતી અને તેની શારીરિક સક્રિયતા પણ ઓછી થઈ જાય છે. આ કારણે મેદસ્વિતા વધે છે અને તેને કારણે પ્રતિરોધક તંત્ર અને હોર્મોન સંબંધિત શારીરિક સમસ્યાઓ પણ થઈ શકે છે.
અભ્યાસમાં કહેવાયું છે કે મેદસ્વિતા દૂર કરવાનો અસરદાર અને સ્થાયી ઉકેલ છે ખાન પાનમાં પરિવર્તન લાવો અને શારીરિક સક્રિયતામાં વધારો કરો.
No comments:
Post a Comment