Sunday, 4 September 2011

ઘણાં જુના રોગોને જડમૂળથી દુર કરવામાટે અક્સિર છે આદુ


 
આદુ અને સૂઢ એવા ખાધ્ય પદાર્થ છે જેને આપ કોઈપણ સિઝનમાં ઉપયોગમાં લઈ શકો છો. તેના ઉપયોગથી કેટલાંય ઈલાજ પણ થઈ શકે છે

-ભોજન લેતા પહેલાં આદુની ચિપ્સ કે પછી ઉભી સમારી લો તેના પર કાળા મરી અને મીઠું ભભરાવીને ખાવાથી અપચો દુર થાય છે પેટ હળવું રહે છે અને ભૂખ ખૂલે છે.

-આદુનો એક નાનો ટુકડો છોલ્યાં વગર સીથો ગેસ પર શેકી લો, બાદમાં તેની છાલ ઉતારો. તેને મોઢામાં રાખી ધીમે ધીમે ચુસવાથી કે ચાવવાથી વર્ષો જુનો કફ છુટો પડે છે અને જો જુની શરદી કે ઉધરસ હશે તેનાથી પણ રાહત મળી જશે.

-સૂઠને પાણી સાથે ઘસીને તેના લેપમાં થોડો ગોળ અને 5-6 ટીપા ઘી ઉમેરી ગરમ કરો. આ કાઢામાંથી 2-3 ચમચી બાળકને આપો. તેનાથી નાના બાળકને થતા ઝાડા ઠીક થઈ જાય છે.

-જો આમ કરવાં છતાં ઝાડા બંધ ન થાય તો તેમાં જાયફળ ઘસીને મેળવી બાળકને આપો.

-આદુની છાલ કાઢી તેને મોઢામાં ચાવવાથી એકધારી આવતી હેડકી (હિચકી) બંધ થઈ જાય છે.

No comments:

Post a Comment