વાલીઓ, આ નોંધી લેશો- નવા અભ્યાસનું કહેવું છે કે મીઠાઇ અને ચોકલેટ ખાવી બાળકો માટે સારી બાબત છે, કારણકે તે હકીકતમાં તેઓને પાછલા જીવનમાં જાડા થતા અટકાવી શકે છે. ‘ડેઇલી મેઇલ’ના અહેવાલ અનુસાર સંશોધકોને જણાયું હતું કે નિયમિતપણે ચોકલેટ અને અન્ય મીઠી વસ્તુઓ ખાનાર બાળકો વધુ પડતાં વજનવાળાં કે મેદસ્વી બને તેવી શક્યતા મીઠી વસ્તુઓ ન ખાનાર બાળકો કરતાં ઓછી છે.
લુઇસિયાના સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે આ અસર પુખ્તાવસ્થા સુધી લંબાય છે, જ્યારે મીઠાઇ ખાનારાઓ પાતળા બને તેવી શક્યતા વધારે હોય છે. સંશોધકોએ તેઓના અભ્યાસ માટે ૧૯૯૯ થી ૨૦૦૪ દરમિયાન બેથી ૧૮ વર્ષના ૧૧,૦૦૦ થી વધુ બાળકો અને યુવાનોનું નિરીક્ષણ કર્યું હતું. આંકડા દર્શાવે છે કે મીઠાઇ ન ખાનાર બાળકો કરતાં મીઠાઇ ખાનાર બાળકોમાં મેદસ્વી બનવાની શક્યતા રર ટકા ઓછી હતી. કિશોરોમાં મીઠાઈ ખાનારાઓનું વજન મીઠાઈ ન ખાનારાઓ કરતાં ઓછું હોવાની શક્યતા ૨૬ ટકા વધારે હતી.
મીઠાઈ ખાતા બધી જ ઉંમરના લોકોમાં સી-રીએક્ટિવ પ્રોટીનનું સ્તર નીચું હતું. પ્રોટીનનું ઊંચું સ્તર હૃદયની સમસ્યાઓ અને અન્ય ગંભીર બીમારીઓનું જોખમ વધારતું હોવાનું મનાય છે.
No comments:
Post a Comment