Tuesday, 13 September 2011

ગમ્મે તેવા તાવ,ફ્લૂ કે ખાંસી મટાડવાના અક્સીર ઉપાય

આ સિઝનમાં આટલું ધ્યાન અવશ્ય રાખો બીમારીના લક્ષણોને અદેખા ન કરો. આ ડબલ ઋતુમાં શરદી, ખાંસી તાવ જેવી બીમારીઓ વધુ પ્રમાણમાં જોવા મળે છે.

એવામાં જો થોડો ખ્યાલ રાખવામાં આવે તો મોટી મોટી બીમારીઓથી બચી શકાય છે.

-દરરોજ સવારે ઉઠીને 5 પાન તુલસીના ધોઈને વ્યવસ્થિત ચાવી ખાઈ લો
-તુલસીનાં પાંચ છ પાદડા જેઠી મધ મિક્સ કરો તેમાં થોડું સીધા લુણ મિક્સ કરી એક ઉકાળો બનાવી લો. તે આપની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.
-હમદર્દ, વૈદ્યનાથ જેવી આયુર્વેદિક કંપનીની દવાનું સેવન કરવાનું રાખો.
-વરસાદની સિઝનમાં ફિટ રહેવા એક વખત કપુરનો નાનો અમથો ટુકડો પાણી સાથે ગળી લો (આની ટેવ ન પાડો) તેનાથી શરીર સ્વસ્થ રહેશે.
-બાળકને જો આ ગોળી આપતા હોવ તો સાથે કેળુ કે બાફેલું બટાકુ આપો.
-લસણની બે કળીઓ દરરોજ સવારે ખાલી પેટ લો. તેનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે.
-રાત્રે સુતા સમયે હળદર વાળુ દૂધ અવશ્ય પીઓ

*જો શરદી ખાંસીની તક્લીફ હોય તો તેવામાં આટલું ધ્યાન રાખો

-સૂઠ, કાળા મરી, જેઠી મધ ભેગુ કરી ચુરણ બનાવી લો.
-દરરોજ સવાર સાંજ 2-2 હળદર, સુઠ ગંઠોળા અને ગોળ ભેગો કરીને બનાવેલી ગોળી ખાવો
-ઠંડા પદાર્થ, બરફ, દહીથી દુર રહો.

No comments:

Post a Comment