જો રેગ્યુલર એક્સરસાઈઝ અને બેલેન્સ ડાયટ લીધા બાદ પણ આપનું વજન ઓછું નથી થતું એક વખત આપના કોસ્મેટિક પર નજર કરી લેજો.
ન્યૂયોર્કના માઉન્ટ સિનાઈ મેડિકલ સેન્ટરના શોધકર્તાઓએ ખુલાસો કર્યો છે કે કોસ્મેટિક્સમાં જોવા મળતા કેમિક્લ્સથી પણ જાડાપણું આવે છે.ડોક્ટર્સે જણાવ્યું હતું કે, સૌદર્ય પ્રસાધનોમાં જે રસાયણ હોય છે તે શરિરની પ્રાકૃતિક વજન નિયંત્રણ પ્રણાલીને નુક્શાન પહોચાંડે છે જેને કારણે પણ શરિરમાં ચરબીનું પ્રમાણ વધી શકે છે.આ રસાયણનું પ્રમાણ સૌથી વધુ દરરોજ ઉપયોગમાં લેવાતા હેર શેમ્પુ, બોડી શેમ્પુ અને બોડી લોશન જેવી પ્રોડક્ટ્સમાંથી મળી આવ્યું હતું. એન્ટી ડેન્ડરફ શેમ્પુમાં આ રસાયણનું પ્રમાણ વધુ હોય છે જેથી આવા શેમ્પુને ઉપયોગમાં લેતા પહેલાં તેની માહિતી લઈ લેવી.
શોધકર્તાઓએ 1000 જેટલી જાડી છોકરીઓના યુરિન ટેસ્ટ કર્યા બાદ આ વાતનો ખુલાસો કર્યો છે.
No comments:
Post a Comment